________________
લે તે માટે લોકોએ સુધરવું જોઈએ અને સુધારવા માટે તે કાળ જોઈએ માણસ એવો નથી કે માટીના વાસણની જેમ બદલાઈ જાય. તેને કાળની વાટ જોવી પડે છે. તે ગાંધીજીને જીવાડવા હોય તે બધા કામે લાગી જવું જોઈએ. એવી વ્યાસપીઠ ઊભી કરવી જોઈએ. એટલે કુદરતે એ બેમાંથી વચલો રસ્તો કાઢો. ગોડસેને કુબુદ્ધિ સૂઝી. તે નિમિત્તે ગળી વાગી અને ગાંધીજી ગયા; પણ સાથે કોમવાદ લેતા ગયા; મૃત્યુ મટી ગયું. ગાંધીજીનું પુનજીવન થયું. હવે રાજ્યનું કામ પૂરું થયું. નવાં કામ બાકી રહ્યાં તે પુનર્જીવન બાકી છે.
ગાંધીજી બાદ સામાજિક જીવન શરૂ થયું છે. તે એકલદકલનું કામ નથી. બધાં સારાં ત સાથે અનુબંધ જોડવો પડશે. ગોડસે તે નિમિત્ત હતો. પણ કોમવાદે ગાંધીજીને લઈ લીધા હતા. એમાં કેટલીક
વ્યક્તિઓ સંડોવાઈ હતી તે પાછળથી જાણવા મળ્યું. ધર્મના કહેવાતા ધુરંધરે પણ એમાં હતા. તો એનું પ્રાયશ્ચિત ધર્મગુરુઓએ કરવું જોઈએ. આ પ્રાયશ્ચિત તો સત્યનું સતત આચરણ કરીને જ કરવું પડશે.
લોકો કહે છે કે મહાપુરૂષના આશીર્વાદ મેળવજે– ! એને અર્થ એટલે કે અંતરના સારા ઉદ્દગાર આપે. તારા સત્યને વધારે ને વધારે ટેકો મળે. આજે શ્રાપ અને વરદાનને જુદો અર્થ કરવામાં આવે છે. વર્તનને પડશે તે શ્રાપ અને સત્યની સાધના સરળ બને તે વરદાન ! સત્યનું આચરણ કરનાર વ્યકિતની વચનસિદ્ધિ આપણું સત્યને પણ પ્રકાશે એજ વરદાનનું ધ્યેય હેવું જોઈએ.
સત્યનાં પાસાંઓ :
ભારતની સંસ્કૃતિમાં સત્યનાં પાસાં આમ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. વાણુને સત્ય માટે બે રીતે કહેવામાં આવ્યું છે કે વાણું સત્ય ઉચ્ચારવી પણ પ્રિય ઉચ્ચારવી! કડવાશથી ઘણુવાર સત્યને આશય માર્યો જાય છે પણ અસત્ય અને કડવાશ બેમાંથી કોઈને પસંદ કરવું હોય તો કડવાશ જ પસંદ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com