________________
૧૫
ત્યાં જાય છે. રાજા પિતાના આંગણે આવ્યા છે એ જાણું નાગબાઈ ઘેલા બની જાય છે. પોતાની પુત્ર-વધુને શણગાર સજી કુમકુમ ચાંદલો કરવાનું કહે છે. બાઈનું રૂપ જોઈ માંડલિકના મનમાં વિકાર જાગે છે અને તે મોં ફેરવી લે છે. બાઈ બીજીવાર ચાંદલો કરવા જાય છે ત્યારે પણ ફેરવી લે છે. એટલે નાગબાઈ કહે છે : “આ રાજા નથી ફરતે પણ રાજાને દિ ફરે છે !”
તેણે રા'ને ચેતવ્યું પણ તે ભાન ભૂલ્યા હતા એટલે શાને માને? એટલે માના અંતરમાં જે સત્ય પડ્યું હતું તે બહાર નીકળે છે. તે કહે છે: “તારે દિવસ ભરાઈ ગયો છે! તારા દરવાજે પઠાણે ચેકી કરશે, રાજ્ય મુસલમાનના હાથમાં જશે.”
માતા-પિતા જે સંસ્કાર આપે છે તે એવા સુંદર હોય છે કે દીકરો ભૂલતે હેય તો સાવચેત થઈ જાય, કૂળને વળગી રહે. એટલે સંસ્કૃતિનું રક્ષણ થાય. કહેવત છે કે તારા મા-બાપમાં ફેર નથી તે તું આવો કેમ પાક્યો? નાગબાઈને પણ એમજ થાય છે કે આ મારે રાજા નથી. ધણું નથી અને તે શ્રાપ આપે છે – દરવાજે દરવાન પહેરેગીર પઠાણ રાના કેઈ રહેશે નહીં મેં સંભાળીશ માંડલિક, તું રોળાઈ જશે......!
આપણે ત્યાં શ્રાપ અને વરદાનની વાતે ઘણું આવે છે. તે બધી આ સત્યના પાસામાંથી આવે છે. સત્યાર્થી માણસના ઉદ્દગારો સાચા જ પડે છે. કુલટાને શ્રાપ લાગે નહીં અને સતી શ્રાપ દે નહીં; પણ કેટલીક વાર સત્યાર્થીનું અંતર બેલતું હોય છે અને જ્યારે એની વાણી નીકળી જાય છે ત્યારે એને અમલ થઈ જાય છે.
ગાંધીજી એવું બોલતા કે થયા વિના તું નહીં તે વચનસિદ્ધ હતા. તેઓ કહેતા કે ભારે સવાસો વરસ જીવવું છે. બીજી બાજુ એમ કહેતા કે હે પ્રભુ ! મને વહેલા લઈ લે ! હવે જીવવું ગમતું નથી. આ બને વચન પાળવાં છે તે શું કરવું જોઈએ ? ભગવાન તેમને ન લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com