________________
૧૧૫
કઠિયારે, વાણિયે, રાજા અને વૈશ્ય પત્ની તેમજ પુત્રી બધા પાત્ર પિતાનું કર્તવ્ય ચૂકીને પછી પાછા સત્યનિષ્ઠ બને છે; સમાજમાં વિશ્વાસુ બને છે. સત્યનું પાલન ન કરવાથી બધાની આવી દશા થાય છે તે એ વાર્તાની પ્રેરણા છે. આ કથાને આ યુગે એવી રીતે ઘટાવવી જોઈએ કે એનાથી થતો દુરૂપયોગ તેમજ ત્યાગ વગર પુણ્ય મેળવવાની લાલસા અટકે અને સત્ય આચરવાની નિષ્ઠા સમાજમાં વધે તેવું કરવું ઘણું જરૂરી છે. સત્યનારાયણની કથા સાંભળ્યા કે કરાવ્યા બાદ પણ જે જીવનમાં સત્ય ન આવતું હોય તે તે એક ક્રિયાકાંડ રૂપે રહી જશે.
આજનું જીવન જે રીતે ચૂંથાઈ ગયું છે. તેમાં સત્યની વધારે ને વધારે અગત્ય છે. જ્યાં સુધી સત્યના આધારે જીવન નહીં ચાલે; તે કદિ સુખી અને સમૃદ્ધ નહીં બને.
ચર્ચા-વિચારણા સત્ય પ્રતિષ્ઠા માટે હિંદુધર્મ પણ સંયમ પ્રતિષ્ઠા જૈન ધર્મને આભારી
શ્રી. માટલિયાએ ચર્ચા ઉઘાડતાં કહ્યું: “મારા નમ્ર મતે સત્યની પ્રતિષ્ઠા માટે હિંદુધર્મો ખૂબ કર્યું છે પણ સંયમની પ્રતિષ્ઠા માટે તો જૈનધર્મને જ હિંદુધર્મ ઉપર મોટો ઉપકાર તારવી શકાય છે. આપણું વર્ગમાં એકદા સત્યનારાયણની કથા વિષે ચર્ચા નીકળી હતી. તેના પર આજે થોડુંક કહેવાનું મન થાય છે.
સત્યનારાયણની કથામાં એ પ્રસંગ આવે છે કે આકાશી વૃત્તિ ઉપર રહેનાર અને જ્ઞાનનો ફેલાવો કરનારો, બ્રાહ્મણ આળસુ માત્ર છે. નૈમિષારણ્યમાં બ્રાહ્મણને જોઈને એને એ સદ્ગુણ મેળવવાનું મન થાય છે. તેનું આ પરિવર્તમ જોઈ એક કઠિયારે કહે છે: “મારે પણ સત્યવ્રતને અભ્યાસ કરે છે ! તે કેમ વર્તવું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com