________________
૧૧૬
ત્યારે કહે છે: “તારે તું જે ધંધો કરે છે તેની અંદર જ સત્યને ન્યાસ કરવાનું છે.” એટલે કે શ્રમરી કરવાની નથી. તેમ દંભથી નાના ભારાને મોટો ભારે બનાવવાનું નથી. આ વ્રત લીધા બાદ ઉલટો એને ધધો સારો ચાલે છે. પછી વાણિયાને એને રંગ લાગે છે. તે વેપારમાં અસત્યાદિક આચરતો તેથી રાજાએ તેને પકડેલ, પણ તેના પત્ની અને પુત્રીને સદાચારી જયાં એટલે પાછળથી તેને છેડી દીધું. ત્યારબાદ પણ સ્વાર્થ વધતાં સંપત્તિ ચાલી ગઈ પાંદડાં બની ગયાં. પરંતુ જ્યારે સ્વાર્થ-ત્યાગની ભાવના આવી એટલે પાછી સંપત્તિ થઈ ગઈ
અહીં કુટુંબ-વ્યવસ્થા, સત્ય આજીવિકા અને નૈતિક કમાણીમાંથી દાન વગેરે ગુણો સત્યવ્રતથી મળે છે. સ્ત્રી મહેણું મારવાને અહંકાર સત્યવ્રતને લીધે છોડે છે. એક રાજા ન્યાયપૂર્વક કરવેરે લે છે પણ પંડિતેને ચાહે છે અને ગોવાળિયાઓને તરછોડે છે એટલે રાજા પાસેથી શ્રમિક વર્ગ ખસી જાય છે. છેવટે રાજા ક્ષત્રિયધર્મનું રહસ્ય સમજે છે અને ગોવાળિયાને પ્રસાદ લે છે અને ઉગરી જાય છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને નારીના પ્રતિક મૂકી સત્ય રૂપી નારાયણનો મહિમા ગાય છે.
આજના યુગે ધંધા બદલાયા છે. સ્કંદપુરાણમાંની આ કથાને આજના સંદર્ભમાં લઈએ તે જરૂરી ફાયદો થાય. હમણું માઉંટમેટીના મેળામાં ખ્રિસ્તી ભાઈબહેનને મેં જોયાં. તો રોગ દૂર કરાવવા, મહેનત વિના પૈસાથી જ લોકોને પામર થતા જોયાં. સત્યનારાયણની કથા પાંચ આનામાં પણ થઈ શકે એ રીતે દરેક ધર્મમાંથી તવ લઈ સદાચારના માધ્યમ સાથે કર્મકાંડમાં સંશોધન કરીએ તો ભારતીય સંસ્કૃતિમાંનું સત્ય તત્ત્વ આગળ આવી રહે.
પૂ. દંડી સ્વામીએ સત્યનારાયણની કથા વિષે ઇતિહાસ વર્ણવતાં કહ્યું : “કેળવણીમાં રસ લેતા યૂ. પી.ના ભૂ.પૂ. વડાપ્રધાન
શ્રી. સંપૂર્ણાનંદજીએ “બ્રાહ્મણો સાવધાન ” નામના પુસ્તકમાં જણાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com