________________
૧૦૦
કૈકેયી પણ એમને એજ કહે છે કે તમે જે કહે છે તે સત્યનું આચરણ રાજાઓ પરંપરાગતથી કરતા આવ્યા છે:
शिबि, दधीचि, बली जो कुछ भाखा
तन धन तजेउ बचन प्रण राखा. શિબિ, દધીચિ, બલી વ.એ વચન ખાતર તન, મન, ધન બધું છોડી દીધું હતું. બલિને કહેવામાં આવ્યું હતું કે ત્રીજું પગલું ક્યાં મૂકવું? તે કહ્યું કે મારી પીઠ તૈયાર છે; જરૂર પડી ત્યારે બધું છોડ્યું. રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે ધન, રાજ્ય, સ્ત્રી, પુત્ર બધાંને છોડ્યાં. આમ કૈકેયી પણ સત્યની યાદ આપે છે અને દશરથ પણ આપે છે.
પણ, રાજા દશરથને વચન આપી દીધા પછી મનમાં દ્વિધા થાય છે; પણ એ દિધા કૈકેયી છેડાવે છે. જરા કડક વચન બેલીને ! પણ અસત્ય કે કડવાશ બેમાંથી એકની પસંદગી કરવાની હેય તે કડવાશને જ પસંદ કરવી જોઈએ. સત્ય નહીં તે ધર્મ શેને ?
કૈકેયી દશરથને ઢીલા થતાં જોઈને કહે છે: “તમે જ કહે છે કે સત્ય વગર ધર્મ નહીં; તે બે વચન આપીને હવે પાલન કરવામાં જરાક મોહ-ત્યાગ કર પડે છે તે શા માટે પાછળ હઠે છે ? તમારે ન દેવાં હોય તો કંઈ નહીં! ભલે લોકો કહે કે દશરથ રાજા વચન આપીને ફરી જાય છે !”
દશરથ કહે છે: “ભરતને ગાદી આપવી અને કબૂલ છે. મારે રામ એમાં ના નહીં પાડે, પણ ક્યા કારણસર-કયા અપરાધ માટે રામને ચૌદ વર્ષને વનવાસ આપું?”
કૈકેયી દઢ રહે છે; તો દશરથ નિરાશ થઈને નમતું આપે છે. તે વખતે રામ આવે છેરાજ્યાભિષેકની તૈયારીઓની પહેલાં આશીર્વાદ લેવા ! કેકેવી પણ મા છે. દશરથને આપેલા વચનની પ્રતીતિ છે એટલે તે રામને કંઈ કહી શકતા નથી ! ત્યારે રામજ પૂછે છે: “કેમ મા ! પિતાજી મારાથી નારાજ કેમ છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com