________________
૧૦૮
ભારતમાં સૌથી પહેલાં સાધુને યાદ કરવામાં આવે છે. સાધુ એટલે સંત-સતી આ શબ્દ સમાંથી બનેલા છે. એજ રીતે બ્રાહ્મણને યાદ કરવામાં આવે છે, કારણ કે તેઓ બ્રહ્મમાંથી થયા છે એમ મનાય છે અને બ્રહ્મની વ્યાખ્યામાં : “બ્રહ્મ સત્યં જગમિયા” એટલે કે સત્ય એજ બ્રહ્મ છે. એટલે બ્રાહ્મણો પાસે તેના પાલનની અપેક્ષા વિશેષ રૂપે રાખવામાં આવે છે.
હવે સત્યને ભારતની સંસ્કૃતિમાં કેવી રીતે અને કેટલું સ્થાન મળ્યું છે તે અલગ અલગ યુગના દાખલાઓ સાથે જોઈ જઈએ.
રામયુગનું સત્ય
રામયુગની વિશેષતા કે મુખ્ય આધાર સત્ય-શીલ ઉપર જ હતો. રઘુકુલની રીતનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે –
रघुकुल रीति सदा चली आइ ! प्राण जाय, पर बचन न जाइ."
જયારે દશરથ મહારાજા પાસે કૈકેયી વચન માગે છે ત્યારે તે પ્રથમ આનાકાની કરે છે; પછી કહે છે: “હું ભૂલી ગયો હતો. તમે માગ્યાં નહીં. હવે તમે યાદ આપો છો ત્યારે જે માંગે તે આપવા તૈયાર છું.”
सत्यमूल सब सुकृत सुहाऐ; वेदपुराण विदित मुनिगाऐ ॥ थाती राखी न मांगे उ काहू; विसरी गऐ मम भोर सुभाउ ॥
દશરથ કહે છે કે વેદ પુરાણુ બધાં સત્ય માટે જ છે. આકાશને થાંભલો નથી; તે સત્યથી જ ટકે છે. એટલે આપણે બધા સત્યથી જ ટક્યા છીએ. માટે કૈકેયી તેં તારા બે વરદાન કેમ નહીં માગ્યાં? મારા ભૂલકણું સ્વભાવને લીધે હું ભૂલી ગયા હતા. ખેર, હવે તારા બે વચન માંગી લે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com