________________
૧૦૭
નથી કર્યું. અહીંની સંસ્કૃતિમાં “સાચ બરાબર તપ નહીં” અને “સત્યમેવ જયતે” એટલે કે સત્યને જ વિજ્ય થાય છે. આજે એ આપણી સરકારને મુદ્રાલેખ છે. એટલું જ નહીં એને દરેક ધર્મને ટેકો તો છે જ તેમ જ એના વગર ધર્મની કોઈપણ પ્રકારની કલ્પના કરવી અશક્ય છે. સત્ય માટે અહીંની ક૯૫ના ઘણી ઊંચી છે. કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સત્યના આધારે ટકી છે –
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रवि
सत्येन वाति वायुश्च, सर्व सत्ये प्रतिष्ठितम् –સત્યથી પૃથ્વી સ્થિર છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે. સત્યથી વાયુ વાય છે; આ જગતમાં બધુ સત્યના કારણે જ પ્રતિષ્ઠિત છે. એ જ રીતે જૈન ધર્મ કહે છે.
सच्चं लोगम्मि सारभूयं સત્ય જ લોકમાં સારભૂત છે. જે દિવસે જગતમાંથી સત્ય ચાલ્યું જશે તે દિવસે દુનિયાને નાશ જ હશે ! ભારતીય સંસ્કૃતિમાં સત્યને વિશેષ સ્થાન મળ્યું છે અને સત્ય માટે પ્રાણ-પ્રતિષ્ઠાને પણ ત્યાગ કરવાનું સૂચવ્યું છે. એ માટે સત્યને આગ્રહ દરેક ડગલે અને પગલે રખાયો છે.
ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ આપો ત્યારે ઘણાને થયું કે વળી સત્યમાં શો આગ્રહ? આપણે બોલીએ છીએ કે “સત્યમેવ જયતે” તે શું સત્યને વિજ્ય નથી ! સત્ય પોતે તે સત્ય જ છે પણ આપણામાં અને સમાજમાં એની પ્રતિષ્ઠા કરવાની વૃત્તિ હોવી જોઈએ; તેમ જ પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે એને આગ્રહ ન કેળવાય તે “સત્યમેવ જયતે” કેમ બને? સત્ય માટે બધું ફના કરવા તૈયાર ન થઈએ ત્યાં સુધી સત્ય જીતે નહીં !
ધર્મનું મૂળ સત્ય છે. કહ્યું છે કે : - સત્ય નહીં તે ધર્મ જ શાને? યા વિના શું દાન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com