________________
[૯]
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું સ્થાન
ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે પૈકી સાતમા અંગ વિષે આજે વિચારણા કરવાની છે. તે છે સત્ય! ભારતીય સંસ્કૃતિમાં સત્યનું
સ્થાન શું? તે વિચારવાનું છે. સર્વ પ્રથમ તે સત્ય એટલે શું તેને વિચાર કરીએ. સત્ય અને જૈન સમાં જે શબ્દ આવે છે તે આ પ્રમાણે છે :
भावसच्चे, करणसच्चे, जोग सच्चे ભાવ સચ્ચે એટલે કે મનમાં પડેલું સત્ય; કરણ સચ્ચે એટલે કરણમાં–સાધનમાં પડેલું સત્ય અને જે સચ્ચે એટલે મન, વચન, કાયા દ્વારા આચરણમાં મૂકાયેલું સત્ય. અહીં સંપૂર્ણ સત્યનું ઘણું જ સ્પષ્ટીકરણ મળી રહે છે. જે સત્ય હેય; તેને સત્ય સાધન વડે મનવચન અને કાયાના સંપૂર્ણ આચાર; એટલે કે બધાં સત્યોનું પાલન કરવું; કરાવવું અને ટેકો આપ-આવી જાય છે. મનમાં એક હેય; તેને કરવાનું સાધન બીજુ હોય, વર્તનમાં કંઈક એર હોય અને વચનમાં કંઈક ઓર હેય તે તે સત્ય નથી!
હરિભાઉ ઉપાધ્યાયે સત્યની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે – “તત્ત્વ, તય અને વૃત્તિ એ ત્રણનો સમન્વય કર એ જ સત્ય છે !” તત્વ એટલે ભાવ સત્ય. કેટલીકવાર સત્ય ભીતરમાં પડેલું હેય પણ બહાર દેખાય નહીં તે; તથ્ય એટલે સાધન સત્ય-વાણીમાં આવે છે, વૃત્તિ એટલે આચરણમાં આવે તેવું સત્ય. મતલબ કે સત્યમાં જાગવું; સત્યને જાગાડવું અને જગતના સત્યને પ્રતિષ્ઠિત કરવું! આવું સત્ય કયાં કયાં આવ્યું તે જોવાનું છે. કેવળ ભારતમાં જ નહીં પણ પૃથ્વીના અન્ય ભાગો ઉપર પણ સત્ય છે જ. ભારતમાં સત્યને સામાજિક મૂલ્ય આપ્યું છે. ભારતે સત્યનું મૂલ્યાંકન જેટલું કર્યું છે તેટલું બીજા દેશોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com