________________
૧૦૫
પ્રતિકાર માટે અને શીલની પ્રતિષ્ઠા માટે નૈતિક સંગઠને ઊભાં કરવાં જોઈએ.
શ્રી દેવજીભાઈ: હમણાં એક વકીલ મળ્યા હતા. તેમણે એક કિસ્સો બતાવ્યું હતું કે એક ભાઈ એક ઓસવાળ ઘરની કન્યા ઉપર બળાત્કાર કરવા તૈયાર થયું હતું, ત્યારે હરિજન બહેનેએ સામે થઈ તેનું શિયળ બચાવ્યું હતું. તેમણે હરિજન બહેનોની ઘણી પ્રશંસા કરી હતી. આવા પ્રસંગોને સાંકળવા જોઈએ.
શ્રી બ્રહ્મચારીખ : આખું ય રામાયણ શીલથી સભર જણાય છે. ત્યાં દરેક ડગલે ને પગલે એક એક વાતમાંથી સદાચાર. સમાજવિશ્વાસ તેમ જ બ્રહ્મચર્યના પ્રેરક પ્રસંગે મળશે. વડીલેની સાચી આમન્યા કેમ જળવાય; વડીલ વર્તાવ કેવો હોવો જોઈએ તે અંગે એમાં ઘણું જાણવા મળે છે. એટલે મારે તે એ જ કહેવું છે કે શીલની પ્રતિષ્ઠા માટે રામાયણના સુયોગ્ય અને ઊંડા સંપાદન સાથેની આવૃત્તિ તે દરેકે ખરીદવી અને વાંચવી જોઈએ.
( તા. ૪-ક-૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com