________________
૧૧૦
કૈકેયી બધી વાત કહે છે અને જણાવે છે: “તારા પ્રતિ મહિના કારણે તેઓ વચન પાલન કરી શક્તા નથી! સત્યને ચૂકે છે. એનું એમને દુઃખ છે.”
રામ કહે છે: “માતા! એમાં શું હતું. આમ પણ મારી વર્ષોની ઈચ્છા હતી વનવાસની તે અનાયાસે પૂરી થાય છે. એમાં પિતાજીને #ભ પામવા જેવું શું છે. સત્ય એજ મારી ફરજ છે.”
હવે રામ વનમાં જાય છે ત્યાં ગુહરાજ વિનંતિ કરે છે કે “મારા ઘરે પધારે!” રામ વિચાર કરે છે કે હું જે પિતાનું વચન લઈને નીકળ્યો છું કે તાપસ વેશે ચૌદ વર્ષ વનવાસ કાઢીશ! તાપસના વેશે આવ્યો છું; કેવળ વનમાં આવ્યો છું.
कहेउ सत्य सब सखा सुजाना, मोहि दिन्हीं पितु आयसु माना सत्य सराही कहेउ वरदेना जाने हुं लेइ हिं मांगी चलेना.
રામ ગુહારાજને કહે છે:–“તારી વાત સાચી છે ! મારા હૃદયમાં તારા વિષે સવિશેષ ભાવ છે છતાં હું આવીશ નહીં ! મારા માટે સત્ય એ છે કે મારાથી ગામમાં ન આવાય !”
. આ વાત લાગે છે તે બહુ નાની, પણ સમજવા જેવી છે. માણસ માટે સત્યથી બોલીશ એમ કહેવું અને કરવું બેમાં ઘણો ફરક છે. એના માટે તેણે સત્યને જીવનમાં ઘુંટવા જેવું છે. જેમ જેમ તે ઘુટે છે તેમ તેમ તેનું તત્તવ જીવનમાં આવે છે. ઘણીવાર સત્ય બોલતાં જ સમાજની બીક લાગે છે ! સાચું બોલીશ તે સમાજ શું કહેશે ? મારી આબરૂ જશે. આટલું ધન જશે; એમ માની સત્યને ઢાંકે છે પણ તે ઢાંકી શકાતું નથી. એક બાજુ ગૃહ સાથે અગાધ પ્રેમ અને બીજી બાજુ કહેવું કે તારા ઘરે હમણાં ન આવી શકું, આ કહેતાં રામને કેટલું બધું લાગ્યું હશે ? - ઘણીવાર સત્યના આચરણને ભ્રમ થાય છે પણ સત્યનું આચરણ થતું નથી. એનું કારણ છે સત્યનું સતત રટણ થતું નથી. સત્યનું સતત રટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com