________________
૧૦૧
જતાં તેઓ એ કન્યાને પડતી મૂકવા સુધીની હલકી મનોવૃત્તિનું પણ પ્રદર્શન કરતા નજરે પડે છે. ગૃહસ્થ જીવનને પાયે સંયમ અને શીલ
ગૃહસ્થ જીવનને પાયો સંયમ અને શીલ છે. પણ ઉપર જણાવી ગમે તે મુજબ હમણાં ઘણી અણઘડતી છૂટે લેવાય છે. છોકરીને પસંદ કરવા માટે મુરતીયાઓ ઘણું વિચિત્ર અને હલકટ પ્રશ્નો પણ કરતા હોય છે. એવાજ એક કન્યાનો પ્રસંગ છે.
એક બહેનનું માંગું લઈને એક ભાઈ ગયા. વરપક્ષવાળાઓમાં બધાયે કન્યાને જોઈ લીધી. હવે કેવળ વર બાકી રહ્યા. તેમણે કહ્યું કે મારે કન્યાને એકાંતમાં મળવું છે અને તેને થોડાક પ્રશ્નો પૂછી તપાસ કરવી છે. કન્યાના મા-બાપને ગરજ એટલે માની ગયા. કન્યાને ન ગમ્યું પણ તે છતાં મા-બાપને રાજી કરવા અને ભાવિ ભરથાર કેવો છે તે જાણવા તેણે પણ હા પાડી.
બને મળ્યા. છોકરાના હાવભાવ, પ્રશ્નો, એકાંત આંખની ચેષ્ટાઓ આ બધું કન્યાને ન ગમ્યા. પણ તેણે દરેક પ્રશ્નના શાંતિથી ઉત્તર આપ્યા. અંતે તે છોકરાએ કહ્યું: “તમે મને પસંદ પડ્યા છે !”
એ વખતે કન્યાએ કહ્યું: “તમે મારી પરીક્ષા કરી અને મને પસંદ કરી એમ મારે પણ તમારી થેડી પરીક્ષા કરવી જોઈએ ને?”
એમ કહી તે કન્યાએ તેને કહ્યું: “તમારા પ્રશ્નો અને ચેષ્ટાઓ ઉપરથી હું એવા અનુમાન ઉપર આવી છું કે આવી વાતો નારીના અપમાન જેવી છે. જો પરણ્યા પહેલાં તમે મારું માન ન જાળવી શકે તે પછી કઈ રીતે જાળવી શકશે ! એટલે હું તમને પસંદ કરતી નથી.” પેલો તે થીજી ગયો. સમાજ વિશ્વાસનાં સ્થળે અને વ્યક્તિએ
ગાંધીજી ઘણીવાર કહેતા કે લોકસેવક એ એક રીતે આજને નવો બ્રાહમણ છે. તેને સમાજને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ સ્ત્રી તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com