________________
૧૦૦
બધું બદલવું જરૂરી છે; તેજ સાચે મલાજો રહી શકે. આજે શીલને પાયો ઢીલો પડી ગયો છે. ઉપરના નિયમો પળાય છે પણ અંતરના નિયમો નીકળી ગયા છે. એટલે સમાજને વિશ્વાસ ડગી રહ્યો છે. જે સમાજમાં નીતિ નિકાને પાયે ના હોય તે વ્રતનિછા કદિ ટકે નહીં. તેવીજ રીતે શીલ નિષ્ઠા માટે પરસ્પર વિશ્વાસ કેળવા જોઈએ કે કદિ શંકા થાય જ નહીં. ગાંધીજી અને અંગ્રેજ કુમારિકા
આવી શંકા ન થાય તે માટે માણસે જાતે જાગૃત થવું જોઈએ.
ગાંધીજીને આ અંગેનો દાખલો જાણવા જેવો છે. તેઓ લંડનમાં રહેતા હતા. તેઓ જેને ત્યાં રહેતા તેમની યુવાન કન્યા સાથે ફરવા જતા. ત્યાંની સંસ્કૃતિમાં શરીર સ્પર્શ એ સામાન્ય બાબત છે તેમજ ઘણી છૂટછાટો ત્યાં લેવાય છે. ગાંધીજીને વિચાર આવ્યો કે જે કસ્તુરબા આ બધું જુએ તો તેના મનમાં શું ભાવ જાગે ?
એટલે તેમણે ઘરે જઈને કન્યાની માને કહ્યું માફ કરજો; ભવિષ્યમાં હું તમારી કન્યા સાથે ફરવા નહીં જઈ શકું કારણકે હું પરણેલો છું.
ગાંધીજી આટલા બધા સાવચેત હતા. એવો જ એક બીજે દાખલો મળે છે. તેમના પુત્રનું વેવિશાળ-સગપણ થવાનું હતું. એટલે ભાવિ પત્નીને મેળાપ કરવાની વાત આવી. ગાંધીજીએ ચકખું કહ્યું: “તેમને પરિચય ભલે લેવાય પણ કુંવારા હેય ત્યાં સુધી એકાંતમાં મળવા દેવાય નહીં.”
સમાજમાં આવા નિયમ બરાબર રહેવા જોઈએ, શીલનિષ્ઠા બરાબર રહેવી જોઈએ. હમણું પશ્ચિમની સંસ્કૃતિના અસરના કારણે પરણ્યાં પહેલાં આજના યુવાન-યુવતીઓ એકલા ફરવાની અને તે બહાને એકબીજાને જાણી લેવાની વાત કરે છે પણ એવું જોવામાં આવે છે કે એનાં માઠાં પરિણામો વધારે નીકળ્યાં છે. એથી વધારે પડતાં વેવિશાળ ભાંગી પડતાં; અને ઘણીવાર યુવાનની ભ્રમરવૃત્તિ સંતોષાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com