________________
૧૦ર
સાથે જાય તે તેને સંકોચ ન થવો જોઈએ. એવી જ રીતે સાધુ-સંતોનું છે. તેમજ એ લોકો જે ધર્મસ્થાનકોમાં રહેતા હોય તે પણ સમાજવિશ્વાસનાં સ્થળો હેવાં જોઈએ.
સેવકોની કક્ષામાં ડેકટરે પણ આવે છે. તેના હાથમાં સ્ત્રીનું શરીર મૂકાય છે. એટલે તેણે તે પોતાના અંગે ઘણું વિશ્વાસનીય વાતાવરણ ઊભું કરવું જોઈએ. ડોકટરે અને નર્સો સાથે રહે છે–બને સેવક અને સેવિકા જેવાં છે પણ તેમનામાં વિશ્વાસ મૂકી શકે તેવું વાતાવરણ, તેમને ભણતરમાં મળતું નથી. આજે ડોકટરો અને હોસ્પીટલે લોકોના સમાજ-વિશ્વાસનાં પવિત્ર સ્થળ બનવાં જોઈએ.
ભણતર અંગે પણ કહી શકાય કે શિક્ષકો અને શિક્ષિકાઓ જ્યાં સાથે હોય ત્યાં શાળાઓ અને વિદ્યાલયોમાં શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી સમાજ વિશ્વાસ કેળવાય અને શીલ નિષ્ઠા વધે. આજની કોલેજોમાં ભણતા વિદ્યાર્થી સમુદાય જે રીતે બહારની ટીપટાપ, ફેશન તેમજ છૂટછાટ સાથે વધી રહ્યો છે તેને ઉપરથી કદિ સદાચાર–શીલના વહેવારની છાપ ઉપસતી નથી.
જે સ્થાને જાહેર છે; જ્યાં ભવિષ્યના નાગરિકોનું ઘડતર થાય છે તે સ્થાનમાં સંયમ, સાદાઈ અને પવિત્રતા પહેલાં આવવાં જોઈએ. આજની પરિચારિકાઓ (નર્સે) તેમજ શિક્ષિકાઓ જ્યારે પોતે જ સંયમ કે સાદાઈને મૂકીને બહારની ટાપટીપમાં પડી જાય તો તેની બીજા ઉપર શું છાપ પડે ! એટલે વિદ્યાલયમાં વિદ્યાર્થી તેમજ શિક્ષકો બન્ને માટે એવી એક આચાર સંહિતા અને પહેરવાના નિયમો હેવા જોઈએ જેમાં સંયમ અને સાદાઈને પ્રથમ સ્થાન મળવું જોઈએ.
જે સ્થાને જાહેર હોય, જે વિશ્વાસને પાત્ર રહેવાલાયક હેય, તેજ અવિશ્વાસને પાત્ર બની જાય છે, એ સમાજ કયાં જઇને અટકશે ? એટલે જ ગાંધીજી ઘુંઘટ નહીં કાઢવા માટે કડક હતા પણ, જાગૃત હતા. સાધુ હેય, શિક્ષક હય, સેવક હોય કે ડોકટર હોય તેમને એટલો વિશ્વાસ હવે જોઈએ કે લોકો તેમની પાસે જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com