________________
તેને લક્ષ્મણ રેખા કહેવામાં આવે છે. લક્ષ્મણ ખા એટલે શીલ રક્ષાનું પ્રતીક. એટલે જ જ્યારે સીતા રાવણ સાથે વાત કરે છે ત્યારે તરણું આડું રાખીને વાત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં શીલનિષ્ઠાની અપેક્ષા સ્ત્રીઓ પાસે કેટલે અંશે રખાય છે તેને દાખલ તે બેબીની વાત ઉપરથી સીતાને રામ વનવાસ મૂકે છે એના ઉપરથી જણાશે. આટલું કલંક લાગે તે તેની પ્રતીતિ માટે રાજાએ તે મેટો ભોગ આપ જોઈએ. એ માટે રામ સીતાને વનમાં મોકલે છે. શીલનિષ્ઠા એટલે સંપૂર્ણ સાવધાની :
પણ કેવળ શીલથી કઈ પતિત ન થાય એનું ધ્યાન રાખવું એમાં શીલ નિષા આવી જતી નથી. એ માટે રહેણીકરણી, વાંચન, પ્રેક્ષણ વગેરે ઘણી બાબતમાં ધ્યાન આપવું પડે છે. સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે અગ્નિની સાક્ષી રખાય છે. આ અગ્નિદેવ એટલે કે સમાજરૂપી દેવ છે. ઘણું સૂર્યની સાક્ષી રાખે છે. એનો અર્થ એવો થાય છે કે શીલનિષ્ઠાનું પવિત્ર આચરણ આચરણું તેના એ સાક્ષી છે. પણ અગાઉ જણાવ્યું તેમ એ પવિત્ર આચરણ દરેક પ્રકારના રોજિંદા વહેવારમાં સાવધાની રાખવાથી આવે છે. જેનાથી કામ વિકાર પેદા થાય એવું પહેરવું-ઓઢવું, જેવું, વાંચન, શ્રવણ એ બધું શીલરક્ષા માટે પ્રતિબંધિત છે. સાધુઓ-સેવકેમાં સંપૂર્ણ વિશ્વાસ :
સાધુઓ-બ્રાહ્મણ કે લેકસેવકો માટે, તેઓ શીલરક્ષાના સેવકો છે, એવો સમાજ વિશ્વાસ હો જોઈએ. તેમની પાસે જતાં, કે તેઓ કોઈની પાસે હોય ત્યારે કોઇપણ પ્રકારના દુરાચારની કલ્પના પણ ન થઈ શકે ! એ માટે યુગપુરુષોએ સમય સમય પ્રમાણે કાયદાઓ પણ બનાવ્યા છે.
બૌદ્ધ ભિક્ષુઓ, બુદ્ધના જમાનામાં રાત્રે ભોજન લેવા જતા. બુદ્ધનું કહેવું હતું કે વહેલા જઇને કોઇના ઘરમાં ભારરૂપ ન થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com