________________
યુદ્ધ પછી પણ રામ લંકામાં જતા નથી કારણકે પિતે ૧૪ વરસ સુધી વનવાસી છે. એટલે લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વ. લંકામાં જઈ સીતાને લઈ આવે છે. તે વખતે રામ સીતાને ઈશારો કરે છે. સીતાજી કહે છે કે “હું સમજી ગઈ છું. સમાજની ખાત્રી માટે મારે અગ્નિ-પરીક્ષામાં પાસ થવું જોઈએ !”
અહીં પ્રશ્ન એ થશે કે શું સીતા ઉપર રામને અવિશ્વાસ હતો કે સીતાનું શીલ બરાબર નહીં હોય ! છતાં શા માટે શીલની ખાત્રી માટે અગ્નિ-પરીક્ષા માગી ? એટલા માટે કે સમાજને તેની શીલ નિષ્ઠાની ખાત્રી થવી જોઈએ; વિશ્વાસ થ જોઈએ. બ્રહ્મચર્ય-ચારિત્ર્યનાં નવાં મૂલ્યો ઊભાં થવાં જોઈએ, સીતા પણ તે સમજે છે. નહીંતર કહી શકત કે રામને ખાત્રી જોઈએ છે ને ? પણ એમ ન કહેતાં તેમણે કહ્યું કે “લોકોને વિશ્વાસ આપવા માટે અગ્નિ–પરીક્ષા આપવી જોઈએ” અને તેમાંથી તે ઉત્તીર્ણ થાય છે. શીલના પ્રચંડ બળનું એ પ્રતીક છે કે અગ્નિ પણ તેને બાળી શકતા નથી. શીલના તેજ આગળ અગ્નિનું તેજ ફીકું પડી જાય છે.
સમાજમાં લોકોને સ્ત્રીઓ તરફ જેટલો ભાવ છે તેટલો પુરુષ તરફ નથી. એટલે જ તે સીતા-રામ, રાધા-કૃષ્ણ, મા-બાપ એ બધામાં સ્ત્રીને મેખરે મૂકી છે. કોઈપણ વ્રત કે આચરણ હોય તેમાં સ્ત્રી વગર નહીં ચાલે. રામચંદ્રજી અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે ગુરુ કહે છે –
अब चहिये मिथिलेश कुमारी –સ્ત્રી વગર યજ્ઞ નહીં થાય. આ બતાવે છે કે સ્ત્રીનું સ્થાન પહેલું છે. ખરેખર જોવા જઈએ તો સ્ત્રીએ પિતાનું સ્થાન જાળવ્યું પણ છે. તેનું કારણ એક જ છે કે સ્ત્રી પાસેથી શીલનિષ્ઠાની અનિવાર્ય રીતે અપેક્ષા રાખવામાં આવે છે. એટલે જ લક્ષ્મણ રામની મદદે જાય છે. ત્યારે લક્ષ્મણ આડ કરીને (રેખા દેરીને) જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com