________________
આજના વિજ્ઞાપનમાં સ્ત્રીનાં વિકૃત ચિત્ર મૂકાય છે. હોટલમાં કુમારિકાએને પીરસવા માટે રોકવામાં આવે છે અને હવે તે કાપડ માલના ઉઠાવ માટે તેમનું જાહેર પ્રદર્શન પણ યોજાય છે. આ બધા માટે ઉડાણથી શિબિરે વિચારવું જ રહેશે. એક વિધવા બહેનને દાખલ :
શ્રી. દેવજીભાઈ: “એક બહેનને આદર્શ દાખલો મારી પાસે છે. તે સુથાર બહેનને માળિયા પરણાવેલ પણ વિધવા થયા બાદ તેમને તે ગામે પિતાનું શિયળ–રક્ષણ અસંભવ લાગતાં પિતાને પિયેર આવ્યાં. તે કોમમાં પુનર્લગ્ન થઈ શકે પણ તેમણે ન કર્યા. તે દહાડે તે બાઈએ પિતાના આખા ઘરનો ભાર ઉપાડી લીૉ. આંધળાં મા-બાપને સાચવવા ઉપરાંત નાના ભાઈ-ભાંડુને પણ ભણાવ્યા. તેમની પ્રજ્ઞા ઘણને વટાવી જાય તેવી હતી.
એક વાર જમીનદારે તેફાન ન કરે તે માટે મિલીટરી આવી. તેની વચ્ચે થઈને તે બાઈ પાણી ભરવા જતી હતી કે એક પોલિસે અપમાન કર્યું. તે બાઈએ નમ્ર છતાં મક્કમ અવાજે કહ્યું : ભાઈ ! ભારે ઉતાવળ હતી એટલે ટુંકે રસ્તો લીધે, તે મારી ભૂલ થઈ હશે. તે હું કબૂલ કરું છું. પણ સ્વતંત્ર ભારતનો તું પોલિસ એટલે રક્ષક છે અને અમે પ્રજા એટલે માલિક છીએ. તારે આમ અપમાન ન કરવું જોઈએ પણ પ્રેમ તેમજ નમ્રતાથી સમજાવવું જોઈએ !”
તેની વાત, પાસે ઉભેલા સાર્જન્ટ સાંભળી. તે રાજી થયા અને પિલિસના ગેરવર્તન બદલ માફી માગી. આવા ઘણું નારીરત્ન હજુ ગામડાઓમાં જોવા મળે છે. તેમને સાંકળવા જોઈએ. બલિદાનને દાખલ :
પૂ. દંડી સ્વામીએ સૂરતની એક નાગરકન્યાને દાખલો આપે. તે ગરબી લેતી હતી કે એક મુસ્લિમ યુવાનની નજર તેના ઉપર પડી. તે બોલી ઊઠશો કે “ખુદાએ શું ચીજ બનાવી છે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com