________________
ગોઠવવા પડશે. આજે આ કાર્યક્રમના અભાવે કૃત્રિમ સંતતિ નિયમન, સૌંદર્ય પ્રસાધનને બેહદ ઉપયોગ, તેમજ ચેમેર જે અશ્લીલતાનું વાતાવરણ છવાઈ રહ્યું છે તેના કારણે ભારતીય સંસ્કૃતિની શીલ નિષ્ઠાના પાયા ડગતા જઈ રહ્યા છે!
એટલે આજે બ્રહ્મચર્યને સર્વાગી અને સમાજ વ્યાપી બનાવવા માટે મૂળ તત્વ સાચવીને જૂના વિધાનોમાં સુધારા વધારા કરીને નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે અને બ્રહ્મચર્યલક્ષી માતા-બહેનનું ઘડતર કરવું પડશે.
ચર્ચા વિચારણું ભારતીય સંસ્કૃતિનું ગૌરવ શીલ:
પૂ. દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું : “ભારતીય સંસ્કૃતિએ જગતમાં મહાન પ્રતિષ્ઠા મેળવી છે. ભારત એ જગતનું નાક છે, કારણ કે અહીંની સંસ્કૃતિમાં શીલને હમેશા મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.”
પૂ. નેમિમુનિ : “સવારે શીલનાં જે ત્રણ પાસાંઓ ઉપર વિચાર કર્યો છે તે યોગ્ય છે. જૈનાચારમાં પાંચ વ્રતોની આસપાસ જેમ ગુણુવ્રત અને શિક્ષાત્રતે મૂકાયાં છે; તેમ શીલવાન બ્રહ્મચર્ય પાળતે હોય પણ; જે સિનેમા, કામોત્તેજક પદાર્થોને ધંધો કે મહાવ્યસનને વ્યવસાય કરતે હેય તે તે સ્ત્રીઓને વિશ્વાસપાત્ર નહીં બની શકે. એટલે શિયળ સાથે સદાચાર તેમજ સ્ત્રીઓના વિશ્વાસને પાત્ર બ્રહ્મચારી હોવો જ જોઈએ.
આજે બ્રહ્મચર્યને અર્થ “અમથન” એટલો સંકીર્ણ લેવાય છે તે બરાબર નથી. ભારતમાં અગાઉ આ અંગે ઝીણવટથી જોવાતું તે હવે જોવાનું નથી. સૌદર્યપ્રસાધને, અલીલ ચલચિત્ર, કૃત્રિમ સંતતિ નિધનાં સાધને, વગેરેએ નારીના સૌંદર્યને વિકૃત કરી નાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com