________________
મુક્તાબાઈનો પ્રસંગ:
હમણું મુંબઈમાં એવો એક પ્રસંગ બની ગયો. પદ્મનાભન મુકતાબાઈ નામની એક બાઈ ટ્રેનમાં એકલી હતી. એક ગુંડે એ ડબ્બામાં ચડી ગયો. પેલો માણસ તેની લાજ લૂંટવા પ્રયત્ન કરવા લાગે. તે બાઈ નીચે ઊધી પડી ગઈ, તેને બચકાં ભર્યા; પણ પેલાને તાબે ન થઈ છેવટે સ્ટેશન આવતાં પેલે ઊતરવા લાગ્યો કે બાઈ ઊઠીને એને વળગી પડી અને બથંબથ્થા કરવા લાગ્યા. સ્ટેશને ગાડી ઊભી કે લોકોએ મળીને પેલા નૂડાને પકડી લીધો.
ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન અને તેના ત્રણ પાસાઓ અંગે આપણે વિચાર કરી ચૂક્યા છીએ. શીલ એટલે સમાજને વિશ્વાસ; શીલનું સ્વયંરક્ષણ અને બ્રહ્મચર્ય સાથે સદાચારને ખ્યાલ રાખવો ! તેના અનુરૂપે સુલોચનાનો પ્રસંગ સમાજ ઉપર વિશ્વાસને તેમજ શીલ સદાચારને છે. શીલના સ્વયંરક્ષણનો દાખલ તે શુભા-ભિક્ષુણું અને સદુબાન અને બ્રહ્મચર્ય શીલ અંગે દ્રૌપદીને દાખલો પણ આપ્યો, આમ ત્રણે શીલનાં પાસાઓ ઉપર ગંભીર રૂપે વિચાર કરવાને છે.
આજના સમયમાં આ બાબત ઉપર વિશેષ ધ્યાન એટલા માટે આપવાનું છે કે એકવાર શીલને આચાર ભારતીય સંસ્કૃતિમાં વણાયેલ હતા, પણ હવે તેને કેવળ સાધુસમાજ તેમજ વિધવાઓના આચારરૂપે ગણીને ઉપેક્ષા સેવવામાં આવે છે. એના કારણે હવે આપણે ત્યાં યુરોપનો ખેટે રૂપ-સૌદર્ય તેમજ ભોગ વિલાસને વા શરૂ થઈ ચૂકી છે. આજે આપણે નારી પણ એને શિકાર બની પિતાનાં દેહ સૌદર્યનું પ્રદર્શન કરતાં અચકાતી નથી. જાહેરાતે સૌદર્ય પ્રદર્શને તેમજ ફેશનના નામે; આજે સ્ત્રીના અંગેનું જેટલું વિકારી પ્રદર્શન ગોઠવવામાં આવે છે, અને તેમાં સુશિક્ષિત નારીઓ ભાગ લે છે એ દુઃખને વિષય છે. અશ્લીલ પિસ્ટરે; હલ્કી કોટિનાં ચલચિત્રો તેમજ તકલાદી ચોપાનિયાઓ વડે નારીના શીલ ઉપર થતાં હીન આક્રમણને અટકાવવા માટે સર્વ પ્રથમ તે નારી સમાજે જ જાગૃત થવું પડશે! તેમના માટે કાર્યક્રમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com