________________
દરેકને ફાળ પડી અને ખરેખર સુબાનું તેડું આવ્યું. પણ તે બાઈએ ઝેર પીને બલિદાન આપ્યું અને આ રીતે બીજાને પણ પ્રેરણા આપી. શીલના આધારે દુનિયા ટકી છે :
શ્રી. માટલિયા : શીલના દાખલા કેવળ ભારતમાં જ નહીં, આખા સંસારમાં છે. શીલ જ દુનિયાને બેઠી કરવાનો પાયો છે. ગ્રીસમાં સેક્રેટીસ તે શું ? બીજા રાજાઓ પણ શીલવાન અને એકવચની થયા છે. એક કાળે, રોમ અને ચીનમાં શીલ નિષ્ઠા હતી; પણ ભારત બહારના દેશમાં ધર્મસંસ્થાઓ ઢીલી થઈ સમાજનાં વ્યવસ્થિત સંગઠને નહીં એટલે ફેર પડતો રહ્યો. તેમાં પણ સે–દેઢસો વર્ષનાં યંત્રયુગ પછી એક ઠેકાણે સંપત્તિ ખડકાઈ બીજે ખાડો–ગરીબીનો પડ્યો. એટલે રાજકારણ અને વિજ્ઞાન આગળ વધી ભળી ગયાં.
યુરોપમાં પ્રથમથી રૂ૫ અને શૌર્ય તરફ સંસ્કૃતિનું મેટું હતું. હવે ભારતીય શહેરોમાં તેમ જ ભારતીય શિક્ષણનું મોટું એ તરફ મોટા ભાગે વળી ગયું છે. ગાંધીજીએ એને માંડ રેકેલું છતાં પાછું હવે ફરી જાગવાનું ટાણું આવી ગયું છે. ભારતની સંસ્કૃતિનું મોટું ખરેખર (૧) ત્યાગ અને (૨) તપ તરફ છે. એટલે સાચું શીલ માત્ર સાધુ વર્ગે જ નહીં, સામાન્ય જનતાએ પણ વિશાળ અર્થમાં ઉપાસવાનું રહેશે. સાધુસંસ્થા ઉપર વિશ્વાસ હોઈ તેમનાં સભ્ય-સભ્યાઓએ વધારે વ્યાપક અર્થમાં વિશાળ જનતામાં શીલને પ્રતિષ્ઠિત કરવું પડશે. નિંદા – વિકથા (વિકારી વાત) ને સજાવવાં પડશે.
પૂ. મુનિશ્રી સંતબાલજી: “એ વાત સાચી છે એ દષ્ટિએ “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો” નામનું પુસ્તક નેમિમુનિએ લખ્યું છે. બ્રહ્મચર્યને વિચાર, આ નવા યુગે પૂર્વ-પશ્ચિમની એક્તાની દષ્ટિએ – નવી ઢબે કરીને આચરો તેમ જ આયરાવ પડશે.
(તા. ૨૮-૮-૬૧)
૧ “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો’ પુસ્તક મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૧, તરસ્થી પ્રકાશિત થઈ ગયું છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com