________________
ધર્મ એટલે આત્મ-મર્યાદા:
આ પ્રશ્નની એક બીજી બાજુ પણ છે. જેમ એક બાજુ આપણું શરીર છે તેમ બીજી બાજુ આપણે આત્મા પણ છે. તે શુદ્ધ, બુદ્ધિ અને ચત ધન છે; પણ કર્મ સાથે બંધાયેલ હોઈ પોતાની શુદ્ધ સ્થિતિમાં નથી. આત્મા ઉપરથી કર્મનું આવરણદૂર કરવા માટે શરીરની જરૂર છે; અને આ શરીર છે ત્યાં સુધી તેના વડે ઈષ્ટ-અનિષ્ટ, શુભ કે અશુભ કર્મો થવાનાં છે; પણ તેના કારણે આપણે આત્માને નષ્ટ કરી નાખતા નથી. આપણા મહાપુરુષોએ એની મર્યાદા બાંધી છે. એ મર્યાદાનું નામ ધર્મ છે. શરીર દ્વારા થતાં અમુક હદ સુધીમાં અનિષ્ટોને ક્ષમ્ય ગણી શકાય; પણ તે મર્યાદા ઓળંગીને અનિષ્ટ કરે તે તેને અધમ ગણવામાં આવ્યો છે.
એટલે ધર્મ શબ્દ વડે આપણે એક બાંધેલી મર્યાદાને સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. આ મર્યાદા આપણને તેનાથી નીચે પડતા અટકાવે છે અને ઉન્નત માર્ગે જવામાં પ્રેરણા આપે છે. પાંચ મહાવ્રતધારી સાધુઓ પણ ઘણીવાર સત્ય-અહિંસા-બ્રહ્મચર્ય-ન્યાય વ. ની પ્રતિજ્ઞા લઈને પ્રમાદ, રાગ, દ્વેષ, કષાય વશ, પૂર્ણ રીતે નથી પાળી શકતા. કેટલાક અપવાદો પણ તે માટે શાસ્ત્રકારોએ શરીર મર્યાદા જોઈને બતાવ્યા છે.
ત્યારે ગૃહસ્થોની વાત જ શું કરવાની ? તેને તે કુટુંબ, સ્વજન, સાથી, મિત્ર વગેરેને સ્વાર્થ માટે અનેક જાતના આરંભ-સમારંભ કરવા પડે છે, ત્યારે સત્ય-અહિંસાદિ કર્તવ્યનું આચરણ કેવી રીતે કરી શકશે ? એટલા માટે જ ત્યાં ધર્મ શબ્દ આવ્યો. વિવિધ ધર્મોની ઉત્પતિ થઈ વિવિધ દેશોની કાળ, પરિસ્થિતિ પ્રમાણે વિવિધ ધર્મોની રચના થઇ અને માનવ સમાજની મર્યાદા બંધાણું.
કદાચ કોઈ એમ વિચારે કે મારે એવી મર્યાદાની શી જરૂર છે? હું જાતે જ સત્ય, અહિંસાદિ કર્તવ્યનું પાલન કરીશ પછી ધર્મની શી જરૂર છે ! ખરેખર તો માણસ એકાકી રહી શક્તો નથી. એને સમાજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com