________________
કર્તવ્ય એટલે કેવળ આસપાસની દુનિયામાં કેમ વર્તવું એજ બતાવે છે. પણ ધર્મ જગતના સર્વજી સુધીની કલ્યાણકારી ફરજ બતાવે છે. એટલું જ નહીં મુખ્યપણે ઊંડાણના સત્યને સામે રાખીને આત્મવિકાસ તેમજ જગત વિકાસ બન્નેની સમતુલા સાચવવાનું કહે છે. આજે જે કે ધર્મને સાચો અર્થ તે ધાર્મિક ક્ષેત્રમાં પણ વિસરાવી દેવામાં આવ્યું છે અને તેથી ધર્મની ઓથે ચોમેર અંધશ્રદ્ધા, ચમત્કાર. અને અનિષ્ટો પાંગરી રહ્યાં છે, તેને લીધે માનવ સમાજ પ્રત્યેની પિતાની સામાન્ય ફરજ પણ ચુકાઈ ગઈ છે. અને ભૌતિક સાધનના પ્રવાહમાં જગતની વિચારધારાનું લક્ષ્ય જ જુદું થઈ ગયું છે. પણ ધમના વિશાળ અર્થનું અનુસંધાન જે આજની કહેવાતી ફરજો સાથે નહીં કરવામાં આવે તે કર્તવ્યના નામે અનિષ્ટ ફેલાતાં અટકાશે નહીં. એવી જ રીતે ધર્મનું જ્યાં સુધી કલ્યાણકારી અહિંસા–સત્ય પ્રેમ-ન્યાયકારી રૂપ ન સ્વીકારવામાં આવે
ત્યાં સુધી ધર્મને ધર્મ કહી શકાય જ નહીં. પછી તે તે ધર્મના નામે ગમે તે વિતંડાવાદ હશે.
એક બ્રાહ્મણ માંસાહાર કરતા, દારૂ પીતે અને વ્યભિચાર પણ કરતા હતા. પણ તે કહ્યા કરતઃ “મેં સબ કુછ કરતા હૂં મગર મેરા ચૌકા જૂને નહીં દેતા!” તો તે ખરેખર ધર્મ નથી! પેલા બ્રાહ્મણે ચેક તે ન અભડાબે પણ પેટ અને શરીર અભડાવ્યાં એનું શું ? એવી જ રીતે પૂછણી લઈને કોઈ જન જીવજંતુની રક્ષા કરે પણ વધારે વ્યાજ લઈને માનવ શોષણ કરે છે તે ધર્મ નથી જ. આ બન્ને ઉદાહરણ આપવાનું કારણ એ છે કે ધર્મના એથે અધર્મનું આચરણ થઈ શકતું નથી. તે ઉઘાડે પડી જશે. એટલે ધર્મ શબ્દ જ સર્વકાળ અને સર્વત્ર હિતના ભાવ માટે જ ઉપયુક્ત છે. કર્તવ્ય શબ્દથી એ ધ્વનિ નીકળતા નથી. તેમાં એકાંતભાવે એકને યોગ્ય લાગે તે કરવાનું છે ત્યારે ધર્મમાં બધાનું હિત સાચવીને ચાલવાનું છે. એટલે જ સવકતવ્યોપાસના નહીં પણ “સર્વ ધર્મોપાસના” શબ્દ વાપરે એજ બરાબર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com