________________
વચ્ચે રહેવાનું હોય છે. ત્યાં એણે ટકી રહેવાનું હોય છે. ત્યાં કેવળ પિતાની દ્રષ્ટિએ કામ ચાલતું નથી. કોઈ કહેશે કે “હું સત્યનું પાલન કરૂં છું;” કોઈ એને વિરોધ કરશે કે આ ખોટું છે. ત્યારે તેને ફેંસલો કરવા માટે કોઈ શ્રદ્ધય વ્યકિત પાસે જવું પડશે. તે આવા પ્રસંગે પૂર્વજ આપ્તપુરૂષના વચનને આધાર ટાંકશે અને તેમના દ્વારા સમાજને મળેલી પ્રેરણા રજુ કરશે. તે ઉપરથી સત્યાસત્યનો તે નિર્ણય કરશે. એ નિર્ણય કોઈને કોઈ ધર્મને આધારે જ થશે. આમ પરંપરાગત કર્તવ્ય માગને એકાકી આચરવાથી કામ નહિં ચાલે પણ તે માટે ધર્મને આશ્રય લેવો જ પડશે. આમ સર્વ કર્તવ્ય આચરણમાં ધર્મને સમાવેશ ન થઈ શકે. સર્વજનસેવા નહીં, પણ સર્વ ધર્મ-સેવા
ઘણા લેકે કહેશે કે કર્તવ્યના બદલે ધર્મ શબ્દ રાખવામાં પ્રથમ દષ્ટિએ તે પૂજા, દેવદર્શન, નમાજ વ. ક્રિયાકાંડે આવે છે. આમાં પણ વિતંડાવાદ આવે છે કે આને માનવું કે આને ન માનવું ! આ બધી માથકુટમાં પડવા કરતાં ધર્મની બીજી બાજુ જે માનવસેવા છે, કારણ કે ધર્મ માનવસેવાને માર્ગ ચીધે છે. એટલે સર્વધર્મ ઉપાસનાને બદલે સર્વજનેપાસના રાખીએ તો શું ખોટું ? એને ઉત્તર એ છે કે સર્વધર્મોપાસનામાં તે સર્વજને પાસના આવી જાય છે પણ, સર્વજનોપાસનામાં સર્વધર્મોપાસના આવતી નથી, કારણ કે ધર્મ શબ્દ કેવળ માનવને જ નહીં સમસ્ત પ્રાણીઓની સેવાને માર્ગ ચીધે છે. સાચો ધાર્મિક તો સકળ છ સાથે આત્મીયતા અનુભવે છે, ત્યારે જનસેવકની મર્યાદા તે માનવ જાતિની સેવા સુધી જ છે.
તે ઉપરાંત બીજી રીતે વિચારીએ તો વિશ્વની વસતિ આજે પણ ત્રણ અબજ લગભગ છે. એટલી બધી વસતિની સેવા કરવા આપણે જ કયાં ? ન તો એટલો બધો સમય છે, ન એટલા બધા લોકોની સેવા કરી શકાય, પણ સકળજીવોની સેવાના અંગ રૂપે બધા પ્રકારના માણસોની સેવા થઈ શકે.
ઘણે એમ પણ કહેશે કે જૈનધર્મ જેવા ધર્મો પૃથ્વી, પ્રાણી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com