________________
“આપણે બીજ૫થીઓ આભડછેટ રાખતા નથી. તે ગુણને હું વ્યાપક બનાવું છું.” મેં કહ્યું. તેઓ કંઈ ન બેલી શક્યા. આ રીતે પંથના ગુણોને જાહેરમાં પ્રગટાવવાથી એ દોષનું સ્વરૂપ લેતાં અટકશે. તેવી જ રીતે જૈનધર્મમાં રહેવા છતાં ઇતર ધર્મ સંપ્રદાયના ગુરુઓમાંથી ગુણ લઈ શકાય છે; એજ સારો માર્ગ છે. નહીંતર વ્યક્તિ સ્વાતંત્ર્ય રૂંધાવાને સંભવ છે. તેમાં વાડો વધે, ઘટે નહીં.”
શ્રો. બ્રહ્મચારીજીઃ “દરેક ધર્મો અને ધર્મગુરુઓ સારા સ્વરૂપમાં રહે અને સ્વયની સાથે સમાજ કલ્યાણ કરે એ આજની રચનાત્મક કાર્ય રેખા અને જગતની માંગ છે.”
પૂ. નેમિમુનિ: સર્વધર્મ સમન્વયથી નીચેના આઠ ગુણને લાભ મળી શકે છે -(૧) સત્ય શોધકતા, (૨) ધાર્મિક કંદ ત્યાગ, (૩) અનેકાંત પ્રાપ્તિ, (૪) સ્વત્વ મોહને ત્યાગ, (૫) ઈતિહાસ પ્રકાશ, (૬) કૃતજ્ઞતાનું ઋણ ફેડવું, (૭) ધર્મમર્મજ્ઞતા (૮) સામાજિક શુદ્ધિ.
(૨૮-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com