________________
વિવેકપૂર્વક આત્મભાવે તત્ત્વજ્ઞાન અને સદાચાર એ બંનેને મુખ્ય ગણું; ક્રિયાકાંડેને ગૌણ ગણું સર્વધર્મોપાસના થશે તેજ મોટે લાભ થશે. હમેશાં સત્યને પકડવું જોઈએ. તે મળી જતાં બધા ધર્મો પિતાનાં લાગશેબધા ધર્મસ્થળા પિતાના લાગશે.
સર્વધર્મ ઉપાસકે તે બધા ધર્મથળમાં ઉપરોકત દષ્ટિએ જવું જોઈએ. તેણે એવો ચીલો પાડવો જોઈએ જેથી ધર્મસ્થળે; દરેક સત્ય અહિસાના સાધકો માટે ખુલ્લાં થાય. સહુએ એક સાથે બેસીને વિચાર-વિનિમય કરવો જોઈએ. એક બીજાના પર્વો કે તહેવારોમાં ભળવું જોઈએ ત્યારે જ સર્વધર્મ ઉપાસનાનું સમગ્ર રૂપ આવશે.
ચર્ચા-વિવારણ ગુરુમૂઢતા ઉપર અગાઉની ચર્ચા ચાલતી હતી તેના સંદર્ભમાં સર્વધર્મ ઉપાસના ને બેસાડીને ચર્ચાને સાર બને વિષય અંગે નીચે મુજબ કરવામાં આવ્યો –પરંપરાથી ગુરુ ન માનતાં; ગુણ દેખાય
ત્યાં ગુરુ માનીએ તે સુંદર કામ થાય, જેમ ધર્મ અંગે સદાચારને મુખ્ય રાખી કર્મકાંડોને ગૌણ રાખી તત્વજ્ઞાનનું પીઠબળ મળતાં ધર્મનાં અનિષ્ટો દૂર થાય અને વંશપરંપરાના ધર્મસંપ્રદાયમાં રહેવા છતાં અનિષ્ટોથી દૂર રહી બીજા ધર્મસંપ્રદાયના ઈષ્ટો અપનાવી શકાય. તેમ પરંપરાના ગુરુને માનવા છતાં બીજા ગુરુઓ અને બીજા નાના મોટા ગૃહસ્થ સંન્યાસી સૌની પાસેથી ગુણ મેળવી શકાય.
શ્રી. દેવજીભાઈ: “આમ અમે વંશપરંપરાથી બીજથી છીએ તેમજ બીજી બાજુ સ્થાનકવાસી જૈન પંથના છીએ. બીજપંથમાં અસ્પૃશ્યતા નથી. પણ, તે વાતને લોકો જાહેરમાં આચરતા નથી. મેં એ ગુણને જાહેરમાં આચર્યો. એથી અમારા બીજપથ આગેવાને ગુસ્સે થઈને કહ્યું: “આ શું કરે છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com