________________
[૪] સ્વધર્મ ઉપાસનાનાં તો
સ્વધર્મ ઉપાસનાને પાકી બનાવવા માટે, સર્વ ધર્મોના તને બરાબર અભ્યાસ અતિ આવશ્યક છે. તેની સાથે સર્વ ધર્મોના વિશિષ્ટ સંદેશાઓનું રહસ્ય પણ સમજી લેવું અનિવાર્ય બને છે.
સર્વ ધર્મોપાસના કરતી વખતે સાધકની સામે અનેક સવાલો ઊભા થાય છે. સહુથી પહેલો સવાલ એ થાય છે કે જે બધા ધર્મો સારા હોય અને તત્ત્વની દષ્ટિએ સરખા હોય તો પછી બધાને સમન્વય કરવાની જરૂર શી છે? એક જ ધર્મ રાખવામાં આવે તો યે ખોટું શું છે? અકબર બાદશાહે બધા ધર્મોની એકતા રૂપે “દી-ઈલાહી' ચલાવેલો. તે એવો એક ધર્મ શા માટે ન ચાલી શકે?
પહેલી વાત તો એ છે કે એ વાત માનવ સ્વભાવની વિરૂદ્ધમાં છે. દીને-ઈલાહી પણ લાંબો સમય ન ચાલી શકે એનું એક કારણ તો આજ હતું અને બીજું કારણ એ છે કે આવી કોઈપણ વાત વહેવારિક બનતી નથી. માનવ સ્વભાવ એટલે તો વિલક્ષણ છે અને
એટલી બધી વિવિધતાથી ભરેલું છે કે ધર્મનું પ્રકટીકરણ એકરૂપે થઈ શકે જ નહીં. કદાચ એમ માની પણ લઈએ કે જગતમાં કયારેક એક જ ધર્મનું નિરાપદ પ્રચલન થયું તે પણ માનવપ્રકૃતિને અને રૂચિને જોતાં એ જ નિર્ણય ઉપર આવવું પડશે કે આગળ જતાં તે ફંટાઈ જશે અને આજની જેમ પરસ્પર સંઘર્ષ ચાલુ જ રહેશે. એક અખંડ ધર્મની આશા વાસ્તવિક્તાને નકારવા જેવી છે.
એટલે જ દરેક ધર્મને તેના સ્થાને રહેવા દઈને આપણે તેમની વચ્ચે પ્રેમ અને શ્રદ્ધાના ભાવ સ્થાપવા માગીએ છીએ. તે તે ધર્મોના આશરૂપમાં એકરૂપતા તે નહીં પણ એકતા આણવા માગીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com