________________
સાધન હોવું જોઈએ, પછી ભલે બે અંજલિને બે ભરીને–એવી જ રીતે મૂળધર્મને પામવા માટે કોઈને કોઈ સાધન લેવું જોઈએ. વહેવારમાં તે આચરણ કે ક્રિયાથી જ એના ધર્મની કે ધર્માત્માની લોકોને પ્રતીતિ થવાની. આ ઉપરાંત ક્રિયાકાંડે એક પ્રકારે નિયંત્રણ પણ છે જે માણસને ખરાબ કામ કરતાં અટકાવશે. માણસ ખરાબ કામ કરશે તો લોકો તેને રોકશે, ટોકશે અને તે પણ કરતા અચકાશે. આમ વેશ, ક્રિયા તેમજ વિધાન સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ રૂ૫ ધર્મના તત્ત્વોની પ્રાપ્તિમાં સહાયક છે–સાધક છે.
આજના યુગે સર્વધર્મોપાસના માનવજાતિ માટે વધારે અનિવાર્ય છે અને ઝડપી વાહનવહેવારના યુગમાં વિશ્વના લોકો એટલા બધા નજીક આવી ગયા છે કે વિશ્વના પ્રશ્નો ઉકેલવા માટે સાચા ધર્મની જરૂર રહે છે અને સર્વધર્મોપાસનાથી દરેક ધર્મ શુદ્ધ રહી શકશે.
ચર્ચા વિચારણા સાચા ધર્મની પ્રતીતિ:
શ્રી દેવજીભાઇએ આજની ચર્ચાને ઉઘાડ કરતાં કહ્યું: “હું સાયલા ગયેલ. ત્યાં મેં એક ભજન સાંભળ્યું કે ધર્મો અનેક છે–તવ એક છે.” એ અંગે મારા જાત અનુભવો છે કે ભીલ, હરિજન, કે હલકા વરણના ભાઈઓ અને બહેને કોઈ પણ સારું કામ કરે છે તેને નાત-જાત, સંપ્રદાય વ.ના ભેદભાવ સિવાય લોકો પ્રતિષ્ઠા આપેજ છે. એટલે લોકોના દિલમાં સાચા ધર્મની પ્રતિષ્ઠા પડી જ છે. માત્ર તેને બહાર કાઢી, સંકલના બદ્ધ કરી જગતના ચોગાનમાં મૂકવી જોઈએ ! સમન્વય સાધીને જ સંસ્થાપકેએ ધર્મ સ્થાપ્યા છે:
પૂ. દંડી સ્વામી : “મારા ધર્મ સંબંધના વાંચનને સાર મારા વિનમ્ર મત મુજબ આ પ્રમાણે છે:–મહાત્મા ઈશુએ તેમની ૧૮થી ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com