________________
૩૭
અભ્યાસ કરશું તે આપણને દરેક ધર્મ પિતાને લાગશે. તેમના તમાં એકતા દેખાશે.
આ બધાને સારાંશ એટલો જ છે કે આનંદ ધનજીએ ધર્મને સાગર અને સંપ્રદાયોને નદીઓની ઉપમા આપીને કહ્યું છે કે ધર્મમાં સંપ્રદાય રૂપી નદીઓ મળી જશે તેમ નીતિપ્રધાન, સદાચાર પ્રધાન અને
ગપ્રધાન એ ત્રણે પ્રકારના ધર્મ સંપ્રદાયને યથાયોગ્ય ઠેકાણે ગોઠવી દેવા જોઈએ. ક્રિયાકાંડને કેટલું મહત્વ આપવું ?
ઘણું સર્વધર્મોપાસનાથી ભડકે છે તેનું કારણ એ છે કે જે બધા ધર્મોની ઉપાસના કરવા જશે તે, કોને કોના ક્રિયાકાંડે કરશે ? દરેક ધર્મમાં જુદી જુદી રીતે ક્રિયાકાંડે બતાવેલ છે. જૈનોમાં પ્રતિક્રમણ; હિંદુઓમાં સંધ્યા અને દેવ દર્શન, મુસલનમાં નમાજ, ઈસાઈઓમાં પ્રાર્થના ! એને એક જ ઉત્તર છે કે સર્વધર્મોપાસક પિતાને પરંપરાએ મળેલ ધર્મ ક્રિયા કરશે પણ સાથે જ તે અન્ય ધર્મના ક્રિયાકાંડને સમય જરૂર કરશે. જેમ કે સંધ્યા-વંદનથી મનશુદ્ધિ તેમજ નમાજ પ્રાર્થનાથી ભગવાનને યાદ કરીને સારાં થવું. આ બધી બાબતો શબ્દના ફેરફાર સાથે પ્રતિક્રમણમાં આવતી હોય તો તે જેન તરીકે પ્રતિક્રમણ કરશે. સાથે જ તે નમાજ, પ્રાર્થના, સંધ્યાવંદન, દેવ-દર્શન એની પાછળની ભાવનાને માન આપશે. જેમાં જુદા જુદા દેશોમાં જાઓ તે કોઈ કહેશે “વેલકમ” કઈ કહેશે “સ્વાગતમ્ ત્રીજો કહેશે “ પધારે પણ એ બધાની પાછળ ભાવ એક જ હોય છે. સમજુ માણસ શબ્દોના અંતરથી ભડકયા વગર સમન્વય સાધી શકશે.
ઘણું લોકોનું એમ કહેવું છે કે જ્યારે બધા ધર્મોમાં સત્યઅહિંસા, પ્રેમ-ન્યાય વગેરેને મુખ્ય ગણે છે તો પછી કર્મક્રાંડોની જરૂર ખરી ! કર્મક્રાંડે અને નિત્ય નિયમોની અગત્ય પિતાની છે. જેમ કઈ તળાવ પાણીથી ભરેલું છે પણ પાણી પીવા માટે કોઈને કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com