________________
વર્ષની ઉંમર જેને ઉલ્લેખ તેમના જીવન ચરિત્રમાં આવતો નથી - હિંદ કે ટિબેટમાં ગાળી હતી અને અહીં તેમણે જેન કે બૌદ્ધ ધર્મને અભ્યાસ કર્યો હતો. તેથી જ જૂના કરારમાં શિક્ષા કરનારને દંડ આપવાની વાત આવે છે ત્યારે નવા કરારમાં ડાબા ગાલ ઉપર તમાચે મારનારને જમણે ગાલ ધરવાની વાત આવે છે.
એવી જ રીતે હજરત મુહમ્મદ સાહેબ પિતાના કાકા સાથે યુરોપમાં ગયા ત્યારે ત્યાંના ખ્રિસ્તીઓ પાસેથી અહિંસાનો પાઠ શિખી આવ્યા હતાં. તેમણે એને પ્રચાર પણ કર્યો હતો કેવળ કક્ષાગત જુદી રીતે ઈસ્લામમાં એટલા માટે જ ઈશા–મુસા-મામુ એમ ત્રણેને પયંગબર ગણવામાં આવ્યા છે.
પારસી ધર્મના “અફલાતૂન' બૌદ્ધો પાસે અહિંસા શીખી ગયાની વાત આવે છે. તેમના ગ્રંથ અને વેદને મળતા શબ્દો વાત જગજાહેર છે એટલું જ નહીં આયર્ન–શાખાના તે લોકો હતા એવું પણ માનવામાં આવે છે.
હવે રહી વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના સમયની વાત ! કરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય, તેમના ક્રમશઃ ગુરુ ગોડાચાર્ય, ઈશ્વરકૃષ્ણ, પંચશીખાચાર્ય, વેટુ, આસુરી, કપિલ, મરીચિકુમાર તેમના પૂર્વાશ્રમના પિતા ભરત અને ભારતના પિતા ઋષભદેવનાથ તે વૈદિક ધર્મના ચોવીશ અવતારમાં આઠમા અવતાર અને જૈનેને પહેલાં તીર્થકર, એજ રીતે શંકરાચાર્યના ક્રમે વારસ રામાનુજ, રામાનંદ, કબીર અને નાનક આ રીતે તાળ મળે છે. સ્વામીનારાયણને મત રામાનુજમાં ગણાય છે.
બૌદ્ધધર્મમાં ભગવાન બુદ્ધ પ્રથમ પારસનાથના સંપ્રદાયમાં હતા અને તેમના ચતુર્યામ સંવરની અદ્દભૂત - છાપ બૌદ્ધ ધર્મ ઉપર છે; એટલું જ નહીં જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં સૂત્રોના સર્વે અદૂભૂત રીતે મળે છે. એટલે દેશના અને દુનિયાના બધા ધર્મોને છેલ્લો તાળ ઋષભદેવમાં મળી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com