________________
અર્થફલિત થાય છે. જેમ કે પિતાની માતા સૈને પૂજ્ય હોય તેમ બીજાની માતાઓને પણ પૂજ્ય ગણવી. પણ આદરની અંદર વચમાં જે ભેદ છે. અલગતાવાદ છે તે હટતો નથી.
ત્યારબાદ શ્રી. કાકા કાલેલકરે સચવેલ “સર્વધર્મ સમભાવ” શબ્દ આવે છે. એમાં બધા ધર્મો પ્રત્યે મારાને ભાવ પ્રગટ થાય છે જે વહેવારૂ નથી બનતે. જેમ પોતાના ધર્મના દોષને ઢાંકી રાખવાને સહજ પ્રયત્ન થાય છે તેમ બીજા ધર્મો પ્રતિ વિવેક વગરની સ્વીકૃતિમાં પણ તેનું સંશોધન શુદ્ધિ માટે ઉપેક્ષા રખાય છે. “ચાલશે એમાં શું થઈ ગયું” આવી વૃત્તિ મમત્વભાવમાં સવિશેષ જોવામાં આવે છે એટલે તે પણ એગ્ય નથી.
પછી “સર્વધર્મ સમન્વય” આવે છે. આમાં બધા ધર્મોને તળસ્પર્શી અભ્યાસ કરી, દેશ, કાળ, સ્થિતિ પ્રમાણે બધાં સત્ય તારવવાને અને અનિટનું સંશોધન કરવાનો આશય નીકળે છે પણ અન્ય ધર્મો સાથે આત્મિયતા કે હૃદયની નિકટતાને ભાવ નીકળતો નથી.
આમ “સર્વધર્મના ક્રમમાં ગાંધીયુગે આપેલાં ક્રમશઃ સર્વધર્મ સહિષ્ણુતા, સર્વધર્મસંગમ, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમાદર, સર્વધર્મ મમભાવ, સર્વધર્મ સમન્વય છે. તેમાં સર્વધર્મ સમન્વય સુધીના શબ્દોને વિચાર થઈ ચૂક્યો છે. છેલ્લા શબ્દરૂપે “સર્વધર્મ ઉપાસના” ઉપર વિચાર કરવાને છે.
સર્વધર્મ ઉપાસનામાં ઉપર જણાવેલ દરેક પ્રકારની પ્રક્રિયાને સમાવેશ થાય છે અને તે વિશ્વ વાત્સલ્ય શબ્દની સાથે બહુ બંધબેસતા આવે છે. વિધવાત્સલ્ય સાધવા માટે સહુની સાથે હાર્દિક નિકટતા વધારવી પડે છે. તેના અન્વયે બધા ધર્મો, ધર્મપુરુષ અને ધાર્મિક અનુયાયીઓને પણ સમાવેશ થાય છે. ત્યારે સર્વધર્મ ઉપાસનામાં; સર્વધર્મસહિષ્ણુતા, સર્વધર્મ સંગમ, સર્વધર્મ સમાદર, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમન્વય આવી જાય છે. તેના વગર સર્વધર્મ ઉપાસના અધૂરી ગણાય !
સર્વધર્મ ઉપાસનાનો સીધો અર્થ એ છે કે તે બધા ધર્મગ્રંથનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com