________________
સર્વધર્મ સહિષ્ણુતામાં બીજા ધર્મની ઉપાસના કે આદર આવતાં નથી. તેમાં પિતાને ધર્મ શ્રેષ્ઠ અને પિતાને ત્યાં થયા એવા મહાપુરુષે ત્યાં નથી એવી ભાવના પ્રગટ થાય છે. જાણે કે ન છૂટકે એ પણ એક ધર્મ છે એ રીતે બીજા ધર્મ પ્રતિ જોવાય છે. તેમાં સર્વ ધર્મનું અસ્તિત્વ તે સ્વીકારાય છે પણ પિતાના ધમપ્રતિ અહંભાવ વધારે જેવામાં આવે છે.
સર્વધર્મ સંગમ અંગે વિચારીએ તે વિશ્વધર્મ સંમેલન, સર્વધર્મ પરિષદ વ. સ્થળેએ એક મંચ ઉપર બધા બેસતા દેખાય છે ત્યારે ત્યાંથી પિતાના ધર્મના ગુણગાન સહુ કરે છે. અન્ય ધર્મનાં સારાં તોની પ્રશંસા કે પિતાના ધર્મની ખરાબીઓનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. ઘણી વાર તો બધા ધર્મોને સમાવેશ પિતાના ધર્મમાં થઈ જાય છે એવું ચીતરી અન્ય ધર્મને આડકતરી રીતે ઉતારી પાડવામાં આવે છે. એટલું ખરું કે “સર્વધર્મ સંગમમાં પ્રત્યક્ષ કોઈ અન્યનું ખંડન કરતું નથી.
સર્વ ધર્મ સમભાવને લેવા જઈએ તે ત્યાં ડર એ રહે છે કે, રૂઢિચુસ્ત લોકો એને અર્થ એ તારવે છે કે બધા ધર્મને સરખા ગણવા પડશે. ખરેખર સર્વધર્મ સમભાવને એ અર્થ નથી કે વિવેક ભૂલી ગેળ અને ખેળ બનેને સરખાં ગણવા. એવી જ રીતે વિકવિહીન થઈને બધા ધર્મોની જીહજૂરી કરવી એ પણ એને અર્થ નથી. એની સાથે બધાની નિંદા કરવી એ પણ એને અર્થ નથી. સમભાવને ખરે અર્થ તે એ છે કે પિતાના જ ધર્મપ્રતિ મેહ, અંધશ્રદ્ધા કે. પૂર્વગ્રહ ન કેળવવો પણ બીજા ધર્મોપ્રતિ સમદષ્ટિથી વિચારવું, નિષ્પક્ષપાતતા રાખવી જોઈએ અને સત્યોને તારવી તેના પ્રતિ આદર કરતાં શીખવું જોઈએ. પણ એ શબ્દથી બીજા ધર્મો પ્રત્યે પોતાપણાને ભાવ નીકળતો નથી.
ત્યારપછી “સર્વધર્મ સમાદાર” શબ્દ આવે છે. એમાં બીજા ધર્મો પ્રત્યે, ધર્મપુરૂષ પ્રત્યે તેમજ ત પ્રત્યે આદર કરે એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com