________________
૩૧
ત; સદાચારના નિયમો, ક્રિયાકાંડે વ.ને અભ્યાસ કરો. તેમાંથી સારભૂત સને ગ્રહીને તેના સમન્વય કરવો. એ ઉપાસના પ્રમાણે પિતાના અને પારકા ધર્મ જેવા ભેદ નહીં હોય; પણ જ્યાં ધર્મતત્ત્વ દેખાશે તેની ઉપાસના કરવાની રહેશે. એ તો અગાઉ વિચારાઈ ગયું છે કે હરેક ધર્મોને આધાર મૂળધર્મ સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ વ. તો ઉપર છે. કેવળ પરિસ્થિતિ, પાત્ર, દેશ અને કાળ પ્રમાણે અને ધોરણ પ્રમાણે અલગતા ક્રિયાકાંડેની છે. એટલે જે ક્રિયાકાંડે પાછળની ભાવનાને વિચાર કરવામાં આવે તો સાર સમજી શકાશે. સર્વધર્મ ઉપાસનાની વહેવારિક મુશ્કેલીઓ :
હવે, સર્વધર્મ ઉપાસનામાં જે વહેવારિક મુશ્કેલીઓ છે તે અંગે વિચાર કરીએ. ધર્મ એટલે વસ્તુ સ્વભાવ, એટલે જ્યારે માણસ પિતાના અંગે ચિંતન કરે છે ત્યારે તે પહેલો પ્રશ્ન એ પૂછે છે કે “હું કોણ છું?” ધર્મ એને એવા ચિંતનમાં મદદ કરે છે !
“હું કોણ છું”ના પ્રત્યુત્તરમાં સર્વપ્રથમ કોઈ વિચારશે “હું વણિક છું”, “હું જૈન છું”—ત્યાર પછી તે વધુ વિચારશે તો જાણશે કે “હું તે આત્મા છું, ચેતન છું” આમ સ્વરૂપનો વિચાર કરવામાં ધર્મ મદદ કરે છે. ત્યારબાદ “શું મારું સ્વરૂપ છે ?” એવા પ્રશ્નના ઉત્તરમાં એ વિચારે છે કે મારૂં તે ચૈતન્યમય આત્મસ્વરૂપ છે. ત્યાંથી આગળ વધીને જગત સાથે પિતાના સંબંધનો વિચાર કરતાં વિચારે છે કે “મારો ધર્મ તે વિશ્વમાં વિલસતા ચેતન સાથે એકત્વ સાધવાને છે.” આમ તત્વની નિશ્ચય દષ્ટિએ એ તત્વ તેની સામે આવશે કે વિશ્વના આત્માઓ સાથેનું મારું અદ્વૈત છે.
તત્વની દૃષ્ટિએ પહેલો પ્રશ્ન એ પૂછો કે “કોણ છું?” અને તેને જવાબ મળ્યો કે “તે જ છું’—(સહમ), પણ તે જેમાં રહે છે એ શરીર સાથે પણ આ આત્મા બંધાયેલું છે. એટલે ત્યાં સુધી વિશ્વ-આત્માઓ સાથે એકતા સાધવામાં અનેક મુશ્કેલીઓ નડશે. આને આદર્શને, સામે રાખીને અહિંસા, સત્ય, પ્રેમ, ન્યાય વ.ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com