________________
૨૧
પૂ. મુનિશ્રી સંતબાલજી : “એક વસ્તુ યાદ રાખવી પડશે કે કેવળ સદાચારના માધ્યમથી કાય નહીં ચાલે, તેના મૂળમાં તત્ત્વજ્ઞાન હશે તે જ સદાચાર ચાલી શકશે. નહીંતર તે શુષ્ક ટેવ બની જશે કાં તેમાં દમ પેસશે. દા. ત. પૈસા પિત ન રાખે પણ પિતાના થકી બીજ પાસે રખાવે. અથવા બ્રહ્મચર્યપાલન એટલે નારીથી નાસતા ફરવું એવી વાતને વળગી રહેશે.
આજની ચર્ચાને નીડ એ તારવી શકાય :(૧) ધર્મ, પરંપરાગત શ્રદ્ધા અને સાધુઓને નિર્મળ બુદ્ધિના તર્કો
વડે ચકાસવા જોઈએ. ધર્મમય શ્રદ્ધામાં કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ન પિસવું જોઈએ. અનિવાર્યપણે પસી જાય, ત્યાં તરત જાહેરમાં પ્રાયશ્ચિતપૂર્વક શુદ્ધિ કરી નાખવી. આવું વલણ સંગઠિત રૂપે અમુક વ્યકિતઓનું થાય તો ધર્મના નામે ચાલતા
અંધવિશ્વાસને અંત સુલભ થઈ પડે. (૨) મેટી રીતે જોતાં તત્ત્વજ્ઞાનમાં મૂળ બે ભેદે : (૧) પિતાના
કમ ઉપર શ્રધ્ધાના બળે અવ્યક્ત ઈશ્વરને કર્તા માનીને ચાલનાર (૨) કમને પ્રધાનતા આપનાર. એમાં બધા ધર્મો આવી જાય છે. વળી બીજી રીતે મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક રૂપે પણ ગણાય. પણ, ખરી રીતે સદાચારના માધ્યમને મુખ્યરૂપે રાખવું એટલે કે જેને અનાચાર કે હિંસા કહેવાય તેવું ધર્મના નામે ન ચાલવા
દેવાય જ. (૩) અલબત્ત કેટલીકવાર સામાજિક દબાણથી જે વિકારો દબાયા હોય
તેને પોષવા માટે પરસ્પરના સહયોગથી પણ ધર્મને નામે કેટલાક અનાચાર ચાલતા હોય છે. ત્યાં માતજાતિ જાગે, માતૃસંસ્થાઓ દબાયેલી બહેનના પ્રશ્નો ઉકેલે, તથા સમાજ જાગૃત થઈ ધર્મના નામે ચાલતા અનાચારો ન નિભાવે; તે સાચે ધર્મ અને સાચા સાધુઓ ઠીક ઠીક પ્રકાશમાં આપોઆપ આવી જાય. એટલે કમકાંડેને ક્રમે ક્રમે ઊંડાણથી વિચારીશું પણ અત્યારે સદાચારને મુખ્ય ગણશું.
(તા. ૧૫-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com