________________
[૨] સ્વધર્મ – ઉપાસના જ શાને?
સર્વધર્મ સમન્વય કરે એટલે બીજા શબ્દોમાં સર્વધર્મ ઉપાસનાની તૈયારીઓ કરવી. એ કઈ રીતે થઈ શકે તે અંગે અને વિચારવાનું છે. જગતના મુખ્ય ધર્મોને એ માટે લઈને તેનું વર્ગીકરણ કરવું પડશે તેમ જ એમની અંદર કયાં ક્યાં તો છે, તેને સમન્વય કરવા પડશે. એમ કરવા જતાં તે ધર્મના મહાપુરુષે અને તવોને પિતીકાં માનવા પડશે. અને એ જ રસ્તે સર્વધર્મોપાસના સુધી પહેચવું પડશે. ધર્મની વ્યાખ્યાઓ :
આ અંગે સર્વ પ્રથમ ધર્મ અંગે શું શું કહેવાય છે, તેને પહેલાં જઈ જઈએ. ધર્મની પહેલી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે –
પ્રતિન્ત માત્માને ઘરનીતિ વર્ષ –દુર્ગતિમાં પડતાં આત્માને અટકાવે–ધારણ કરે તે ધર્મ છે. આવી વ્યાખ્યા પ્રારંભકાળમાં હતી. તે વખતે જગતના માણસો એમ વિચારતા હતા કે અમારે વિકાસ કેમ કરીને થાય ? એ સાથે જ વિકાસ કરતા કરતા હું નીચે તે નહીં પડી જાઉં? માનવની આ ચિંતા સહજ છે. તે ઇચ્છે છે કે ભલે ઉપર થોડુંક ચઢાય, પણ ત્યાંથી નીચે ન ઉતરાય તો સારું. એટલે જ તે વિચારી શકે છે કે મને મહામુશીબતે પશુ-પંખી અને ઈતર જીવસૃષ્ટિ કરતાં શ્રેષ્ઠ એ માનવભવ મળ્યો છે. એના વડે મારે આગળ ધપવાનું છે. પાછળ ન પડવાની ચિંતા કરનાર હંમેશાં એવું વિચારે છે કે તેનાથી એવાં કૃત્યો ન થાય કે જેનાથી તેને પાછા પડવાનો વખત આવે. ટૂંકમાં એમ કહી શકાય કે જેનાથી માનવતાનું પતન ન થાય, પિતાનું ઉત્થાન થાય અને માનવમર્યાદાનું પાલન થાય એ ભાવના નીતિને આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com