________________
તેને કાયાક૯૫ થશે. કદાચ આખી સાધુ સંસ્થા નહીં, તે પણ ઘણાં ઉપયોગી રને પાકશે.
ત્રણ તો સમન્વય
આમ ધર્મ, સાધુ અને શ્રદ્ધા એ ત્રણું તરવે ઉપર દુનિયાના બધા ધર્મોનું મંડાણ છે. એ ત્રણેને સ્વીકાર કરીએ છીએ એટલે “વસુધૈવ કુટુંબકમ” માનીને ચાલતાં બધા ધર્મોને વિચાર કરે પડશે. અને તેમની સારી બાજુને જ ખ્યાલ સમન્વય કરતી વખતે રાખવું પડશે. પણ ગમે ત્યાંનું હેય પણ તે ગળીને શુદ્ધ કરીને પીવાનું છે. એવી જ રીતે દરેક ધર્મના વિકારોને શુદ્ધ કરી શુદ્ધ તનું
1 . . તા આચરણ કરવાનું છે. “કુરાન” વાંચવાથી યવન થઈ જવાશે કે શાસ્ત્રો સાંભળવાથી કાફિર થઈ જવાશે એમ માનવું ભૂલ ભરેલું છે. આપણે જેમ પિતાના પિતાની નિંદા સહી શકતા નથી તેવી જ રીતે મિત્રના પિતાની નિંદા પણ શી રીતે સહી શકાય ? ધર્મો પણ અનેક વિશ્વ સમસ્યાઓમાંની એક સમસ્યા છે અને તેને ઉકેલવા માટે સમયપૂર્ણ સત્ય દષ્ટિ જોઈશે. એકવાર એ દષ્ટિ મળતાં એમ જ લાગશે કે આ બધા ધર્મગ્રંથોમાં જે સારભૂત તત્વ છે તે મારૂં છે એથી બધા ધર્મશાસ્ત્રો, સાધુઓ અને ધર્મો પ્રત્યે ભકિતભાવ પેદા થશે ત્યારે જ નિપક્ષ પરીક્ષક અને ખરા વિવેકી બની શકાશે.
જગતના ધર્મોને સ્વીકારવાની સાથે ઉપરનાં ત્રણ ત લેવાં પડશે. ત્યારે એ બધામાંથી સારાં તને તારવવાનું અને ખરાબીઓને દૂર કરવાનું તેમજ વિકૃતિનાં જાળાઓ વિખેરવાનું કાર્ય સરળ થઈ પડશે. એજ સર્વધર્મ સમન્વયની પાછળ રહેલું તત્વ છે. સર્વધર્મ સમન્વય એ સર્વધર્મ ઉપાસનાનું મહત્ત્વપૂર્ણ અંગ છે. એ થઈ જાય તે સર્વધર્મ ઉપાસનાનું કાર્ય થવામાં વિલંબ નહીં થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com