________________
સર્વ સંબંધનું બંધન તીર્ણ ભેદીને;
વિચરશું કબ મહાપુરુષને પંથે જો! –આજે સાધુસંસ્થામાં વિકૃતિ પેઠી છે એટલે તેને તેડી નાખવી એના કરતાં તેમને જ શ્રદ્ધાના ભાજન ગણી, તેમની ભૂલનું માર્ગદર્શન કરીને, તેમની જવાબદારીનું ભાન કરાવવું વધારે અગત્યનું છે.
ગુજરાતમાં શાંતુ મહેતા કરીને એક જૈન શ્રાવક થઈ ગયા. તેઓ સજજન અને ધાર્મિક પુરુષ હતા. એકવાર રસ્તેથી પસાર થતાં ઉપાશ્રય આવ્યો એટલે સાધુનાં દર્શન કરવા અંદર ગયા. અંદર ગયા તે જોયું કે સાધુમહારાજને હાથ એક સ્ત્રીના – વેશ્યાના શરીર ઉપર હતા. તેમણે એ નજરોનજર જોયું પણ કાંઈ ન બેલ્યા અને હાથ જેડીને, આંખે બધ કરીને તેમણે વંદન કર્યા.
પેલા સાધુ ચેતી ગયા. બાઈ ચાલી ગઈ. શાંતનુ મહેતા કંઈ ન બેલ્યા. એજ રીતે બે હાથ જોડીને ઊભા રહ્યા. સાધુજીએ વિચાર્યું: “આ પ્રતિષ્ઠિત માણસ અને મારું આવું અગ્ય કાર્ય ! છતાંયે કાંઈ ન કહ્યું? ઊહું વંદન કરે છે.”
તેમનું મનોમંથન વધ્યું અને તેમણે શાંતુ મહેતાને પિતાના ગુરુ માન્યા. પેલા સાધુએ પશ્ચાતાપ કર્યો અને આમ શાંતનુ મહેતાની તેમનામાં રહેલી અખૂટ શ્રદ્ધાના કારણે તેઓ ખરેખર ઉચ્ચ કોટિના સાધુ બની શક્યા.
આજે આવી શ્રદ્ધાનું આરોપણ કરવાની વધારે જરૂર છે, ન કે નાની નાની ભૂલો માટે સાધુ-સંસ્થાને ઉતારી પાડવાની. બહેનોમાં એવી શ્રદ્ધા વધારે હોય છે. તેઓ સારામાં સારી વસ્તુ સાધુઓને વહેરાવવામાં આનંદ માને છે. રાવણને સાધુવેશ જોઈને સીતાજીએ લક્ષ્મણ રેખાની પણ પરવા ન કરી. પણ રાવણ જેવાં ઘણાયે સાધુવેશે ફરે છે. એના માટે એજ જરૂરી છે કે જે એમનામાં ગુરુભાવ ભરવામાં આવશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com