________________
“ પણ, આ પ્રતિજ્ઞા કેની પાસે લેવી. પુતળીબાઈ અને ગાંધી કુટુંબ વૈષ્ણવ. વૈષ્ણવ આચાર્યો ખરા છતાંયે પુતળીબાઈ ગાંધીજીને એક જૈન મુનિ બેચરજી સ્વામી પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે. એનું કારણ એજ કે પુતળીબાઈને જૈન ધર્મના આચારો અને ઘર્મગુરુઓ ઉપર શ્રદ્ધા હતી કે આ બધા સાધુઓ વ્રત લે છે અને પાળે છે. જો કે આજે એમાં ઓટ આવી છે પણ મૂળ વાત શ્રદ્ધાની છે. ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી, પાળી અને હેમખેમ પાર ઉતર્યા એમાં મોટું તત્વ શ્રદ્ધાનું હતું.
ધર્મગુરુઓ : ધર્મની સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ ત્રીજુ તત્વ ધર્મગુરુ છે. તેમનું કામ છે ધર્મને સ્વસ્થ અને શુદ્ધ રાખવાનું તેમજ
વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર વિ.ને દેશ-કાળ-સ્થિતિ પ્રમાણે માર્ગદર્શન આપવું. પિતાની આ જવાબદારીથી આજના ધર્મગુરુઓ વધારે પડતા વિમુખ રહ્યા છે. એટલા માટે જ સાધુસંસ્થા પ્રતિ આજના ઘણા શિક્ષિત લોકોને એટલે હદ સુધી અસંતોષ છે કે તેઓ એને ઉખેડીને ફેંકવા પણ તૈયાર છે.
પણ, સાધુસ0 ની બીજી બાજુ ઉજળી છે. આજ સુધી લોકોને જે નૈતિક માર્ગદર્શન મળ્યું હોય તે ક્રાંતિપ્રિય સાધુસન્યાસીઓ વડે જ. અને એવા સાધુઓને લેકે માનશે.
ખરેખર તે સર્વસ્વ ત્યાગીને લોકકલ્યાણ અર્થે શેષ જીવનને અર્પણ કરતી સાધુસંસ્થા સમાજની ધમનીતિની ચોકી કરે છે એટલે એ શ્રદ્ધાનું ભાજન બની છે. “સરઢ મિક્ષા તત૮ વ:”નું સૂત્ર આપી શંકરાચાર્યજીએ સાધુઓની નિસ્પૃહતાને ન આંક મૂક્યો હતું. તેના બદલે સમાજને આપવાનું તેના માટે વધારે છે. એટલે જ શ્રીમદ્ રાજચંદ્ર જેવા વિચારક પણ એ અવસ્થા પામવા માટે કહે છે – અપૂર્વ અવસર એ ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહાંતર નિગ્રંથ છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com