________________
૧૪
એટલે ધર્મમય સમાજની રચના કરવા માટે દરેક ધર્મોને તેમના સ્થાને ટકાવી રાખવા પડશે. તેમને નાબૂદ કરવાના નથી પણ તેમનામાં સંશોધન કરવું પડશે. આવું સંશોધન તે તે ધર્મના અનુયાયીઓ જ કરે. અન્ય ધર્મોના સારા સિધ્ધાંતની કસોટીએ, પિતાના ધર્મના સિદ્ધાંતને કસીને કરે એજ ઠીકસર થશે. કાયદા ન ચાલે?
ન્યાયપુર:સર અને નૈતિક સમાજની રચના કરવી હોય તે તે રાજ્યના કાયદા કાનૂન દ્વારા શક્ય નથી, પણ ધર્મ વડે જ શક્ય છે. કાયદા કરતાં ધર્મનું સ્થાન ઊંચું છે. કાયદો ભય બતાવીને, દંડ આપીને પાપ અનિષ્ટોને રોકવા મથે છે. જ્યારે ધર્મ માણસની પ્રવૃત્તિને બદલાવી તેને પુણ્યશાળી પવિત્ર બનાવે છે. એટલે જ એવું જોવામાં આવે છે કે કાયદો ઘડાતાં છટકબારીઓ શોધાય છે અને કાયદાની ઓથે પણ અનિષ્ટ પિલાતાં રહે છે. એટલે જ ધર્મને પણ કાયદામાં મહત્વ આપવામાં આવ્યું છે કે જ્યારે કોઈપણ વ્યકિત કોર્ટમાં ફરિયાદી, આરોપી કે સાક્ષી તરીકે આવે છે ત્યારે તેને ધર્મગ્રંથને હાથ લગાડીને કહેવાની ફરજ પડે છે. “હું ઈશ્વરને હાજર-નાહાજર જાણી જે કહીશ તે સાચું કહીશ!” આમ ધર્મ વગર કાયદો કાનૂન પણ નકામાં છે. કદાચ સામ્યવાદી દેશોમાં ઈશ્વરને સાક્ષી નહીં માન્ય હેય; તે પણ “હું સત્ય કહીશ” એમ તે કહેવું જ પડે છે અને સત્ય એ ધર્મનું તત્વ છે. બિનસાંપ્રદાયિક રાજ્ય :
એટલે જ આપણું ભારત રાજ્ય બિનસાંપ્રદાયિક એટલે જાતીય ભેદભાવ વગરનું છે. આજે રાષ્ટ્રના મેટા પંડિત અને શિક્ષા શાસ્ત્રીઓ એ વિચારે છે કે શિક્ષણના પાયામાં ધર્મ હોવું જોઈએ-પણ તે સંપ્રદાયગત નહીં, વિશાળ દષ્ટિવાળું લેવું જોઈએ. ઘણા લોકો માને છે કે આપણું રાજ્ય બિનધાર્મિક છે તે ખોટું છે તે સંપ્રદાયવિશેષનું નથી એ ચોકકસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com