________________
૧૫
ભાલના એક ગામડામાં ખેડૂત સમેલન વખતે શ્રી મોરારજી દેસાઈ આવ્યા હતા. ત્યારે મેં તેમને પૂછયું : “હમણું સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયો એમાં મોટા સમારંભે થયા અને રાષ્ટ્રપતિ (રાજેન્દ્રબાબુ ) ઉદ્દઘાટન કરવા ગયા, તેમાં પંડિતજીને કેમ લાગ્યું?”
તેમણે કહ્યું: “એમાં પંડિતજીને કેમ લાગ્યું હશે એ તે તેઓ જાણે. પણ, આપણું રાષ્ટ્ર બિન સાંપ્રદાયિક હેઈ, રાષ્ટ્રપતિ એક સંપ્રદાયના મંદિરનું ઉદ્દઘાટન કરવા ગયા એ બરાબર નથી લાગતું. આજે હિંદુઓના મંદિર માટે રાષ્ટ્રપતિ હિંદુ સંસ્કારના હેઈને ગયા; આવતી કાલે મસ્જિદના ઉદ્દઘાટન વખતે બેલાવશે ત્યાં પણ જવું પડશે.”
એને એ અર્થ નથી કે રાષ્ટ્રપતિને પિતાને ધર્મ પાળવાને કે ધર્મક્રિયાઓ કરવાને અધિકાર નથી; પણ આજના યુગે જાહેર પ્રસંગમાં જ્યાં એક ધર્મ સંપ્રદાયને પ્રસંગ હોય ત્યાં વિચાર કરવો જોઈએ.
આપણું માનસ સાંપ્રદાયિક વિચારથી ઘણું બધું જકડાયેલું છે. જે કઈ શાળામાં ગીતાને અભ્યાસક્રમ મૂકાશે તે તરત મુસલમાને કુરાન મૂકાવશે અને ખ્રિસ્તીઓ બાઈબલ મૂકાવશે. આપણે બધા ધર્મોનાં ત જેવાં પડશે અને તેમની ઉપર બાઝેલાં રૂઢ માન્યતાનાં જાળાં દૂર કરવા પડશે. દરેક ધર્મ તેના શુદ્ધ સ્વરૂપે સારે જ છે. કયા ધર્મ સારે ?
શ્રીમદ રાજચંદ્રજીને ગાંધીજીએ પૂછયું: “મારે કે ધર્મ પાળવે? કે ધર્મ સારો છે?
ત્યારે તેમણે કહ્યું, “જે ધર્મ તમને પરંપરાથી મળે છે તે જ હિંદુ ધર્મને પાળો.”
તેમણે ગાંધીજીને જૈન બની જવાની ભલામણ કરી ન હતી. કારણ કે તેઓ જાણતા હતા કે જૈનધર્મ ગુણપ્રધાન ધર્મ છે. વિશ્વધર્મ છે. કોઈપણ ધર્મનાં સારાં તત્તનું અનુકરણ એમાં જૈનધર્મનું પાલન સ્વતઃ થઈ જાય છે. ખરેખર ધર્મની વ્યાખ્યા એજ છે. જે તત્વ ત્યાં છે તેને તે સ્થાને સૂકવું; અને એ જૈનધર્મને મુદ્રાલેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com