________________
ધર્મ સમન્વય કરવો હોય તે સર્વ પ્રથમ જે શબ્દોની સાઠમારી રમાય છે તેને દૂર કરવી જોઈએ. હિંદીમાં “ભગવાન”; ઉર્દૂમાં “ખુદા” કે. અંગ્રેજીમાં જેને “ગોડ” કહેવાય છે. તે એક જ વ્યક્તિત્વનું પ્રતીક છે એમ જણાવવું પડશે. બીજે એ સિદ્ધાંત સ્વીકારવો પડશે કે દરેક ધર્મની રચના માણસની ભલાઈ માટે થયેલી છે. એટલે પોતે જે સારી વાત માને છે તે મનાવવા માટે બળજબરી કે સખ્તાઈ નહીં કરે પણ પ્રેમ અને સમજણપૂર્વક પ્રયત્ન કરશે.
મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારતના લોકો અને તેમની સંસ્કૃતિની રગેરગમાં ધર્મ શબ્દ વણાઈ ગયો છે. એને કાઢવાનો પ્રયત્ન કરવો. નકામે છે. એના બદલે ધર્મોનું હાર્દ સમજી તેમને સમન્વય કરી તેનું પરિભાજિત રૂ૫ તેઓ લેકે આગળ મૂકતા. સર્વધર્મ સમન્વયવાળો તેમની પ્રાર્થના અંગે ઘણું લોકો તેમને કહેતાઃ “બાપુ બીજું બધું તે ઠીક, પણ આ ધર્મ શબ્દ કાઢી નાખો.”
ખુદ પાંડિતજી જેવા માનવતાવાદી પુરૂષ પણ આ જોઈને કહેતા; “બાપુ! આ પ્રાર્થનાનું ધતિંગ શું લગાવ્યું છે?” તે છતાં ગાંધીજી ધર્મની તાકાતને પીછાણુતા હતા અને તેમને લોકોની નૈતિક જાગૃતિનું મહત્વ વધારે હતું. એક જ ધર્મ હોય તો?
કેટલાક લોકો કહે છે કે સમન્વયની કડાકુટમાં પડવા કરતાં ચીનમાં એક જ ધર્મ હતો તેમ જે દુનિયામાં એક જ ધર્મ હોય તો આ બધા ઝઘડાઓને અંત આવી જાય. આ વાત વહેવાર નથી. દરેક ધર્મવાળા આગળ આવશે અને તેમને જ ધર્મ સારો છે એમ પ્રતિપાદન કરશે. કોઈ નમતું મૂકશે નહીં. આજના સ્વરૂપમાં જે ધર્મો છે તેમાં સંશોધન શુદ્ધિકરણ કર્યા વગર તો તે સ્વીકાર્ય બને એમ લાગતું નથી. એક જ ધમને મહત્વ આપવાથી સ્વતંત્ર વિચાર શક્તિને વિકાસ અટકશે અને અલગ અલગ દેશ-કાળ પ્રમાણેની સ્વતંત્ર વિચાર સરણ રૂંધાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com