________________
ઠીક નહીં. એટલું જ નહીં તેના અનુસંધાનમાં મધ્યયુગમાં તે ત્યાં સુધી સંપ્રદાયનું વિષ ઘાળવામાં આવ્યું –
हस्तिना ताडयमानोऽपि न गच्छेजजैनमंदिरम् –હાથીના પગ તળે કચડાઈ મરવું સારું પણ જૈન મંદિરમાં ન જવું. આમ ધર્મગુરુઓના સાંપ્રદાયિક માનસે કેવળ ધર્મો વચ્ચે જ ભેદભાવની ભીતે ઊભી કરી છે એટલું જ નહીં; એક જ ધર્મના માનવવાળા વચ્ચે પણ ભેદભાવો પેદા કર્યા છે; અને ધર્મ જે શાંતિનું સાધન છે, તેના નામે ભાઈ-ભાઈઓ વચ્ચે ગળાકાપ લડાઈએ કરાવી છે. હિંદુઓમાં શૈવ-વૈષ્ણ, જેમાં શ્વેતાંબર-દિગંબર દેરાવાસીસ્થાનકવાસી, ઇસાઇઓમાં રેમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ તેમજ પ્રસબીટેરીયન આ બધાની આપસની લડાઈઓ એના ઉદાહરણ રૂપે છે.
ધર્મ અને ગુરુની સાથે જે ત્રીજી બાબત સ્વધર્મ સમન્વય માટે બાધક છે; તે છે શ્રદ્ધા. સાંપ્રદાયિક માનસ હેઈને વડીલો નાનાં નાનાં બાળકોને કહેતા હોય છે: “અસક ધર્મના લોકોને ત્યાં ન જવાય! તેઓ છોકરાને મારી નાખે છે.” આવી રીતે સાંપ્રદાયિક્તાના અને ઝનૂનના સંસ્કારો સીંચવામાં આવતા હોઈને એક ધર્મ સંપ્રદાયના લોકો બીજા ધર્મ સંપ્રદાયના લોકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનકો, ધર્મશાસ્ત્રો કે ધર્મદેવ પ્રતિ અણગમે, ઘણું અને દ્વેષભાવથી પીડાતા હોય છે. અને તેથી ઘણીવાર આવા કુસંસ્કારો ધર્મના નામે લડાઈઓ-હુલ્લડોને પ્રેરે છે. હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થયા, અલીગઢમાં તેફાનો થયાં, જબલપુરમાં કોમી રમખાણ થયું. આ બધું આવા આંધળા ધર્મ ઝનૂના કારણે! તેથી કેટલાક વિચારક લોકો અને શિક્ષિતો એમ માને છે કે આવી ધર્મસંસ્થાઓને તેડી નાખવી જોઈએ. કલકત્તા અને લાડન (રાજસ્થાન) ખાતે થયેલાં બે “ધર્મક્રાંતિ પરિસંમેલનમાં રાષ્ટ્રના મહાન વિચારકોએ ઉપર મુજબને સ્વર કાઢવો હતે. સર્વ ધર્મ સમન્વય એટલે?
આ બધી બાબતે ઉપરથી એક વસ્તુ ફલિત થાય છે કે જે સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com