________________
તેને સમન્વય કરીને લોકોને એ નૈતિકતા પ્રતિ આકર્ષિત કરવાનાં છે. નાની નાની બાબતે ઉપર જે ઝઘડાઓ થાય છે તેની નિઃસારતા બતાવી એ ઝગડાના કારણેને દૂર કરવાનું છે. ધર્મસંસ્થાઓમાં જે ખરાબીઓ અનિષ્ટ પેસી ગયાં છે તેમને હઠાવીને માણસને નિષ્પક્ષ વિચારક બનાવવાનું છે.
ધર્મ એ પુનીત તત્ત્વ છે. તેણે યુગયુગથી અલગ અલગ સ્વરૂપે લોકકલ્યાણ કર્યું છે. સમાજનું ધારણ, પોષણ અને સત્વસંશોધન કર્યું છે. અલગ અલગ સમયે ધર્મસંસ્થાપકોએ અને ધર્મગુરુઓએ માનવજાતિને સન્માર્ગે વાળવા માટે અપાર કષ્ટો સહ્યાં છે-બલિદાને આપ્યાં છે. લોકશ્રદ્ધાને કલ્યાણકારી વળાંક આપવા માટે જે પુરૂષાર્થ તેમણે કર્યો છે તેની આગળ આપણું મસ્તક શ્રદ્ધાથી નમી પડે છે. તેનાં ઉપર જે આવરણે રહી ગયાં છે તે જોઈને ધર્મને ફેંકી દે એ બુદ્ધિમાની નથી. સેનું ઝાંખું પડે, કે માટીમાં ભળે તો તેને તપાવીને સાચું સેનું બહાર પાડવાનું હોય છે. એવું જ ધર્મોનું છે. સર્વધર્મ સમન્વય રૂપી ભઠ્ઠીમાં તેને તપાવી તેમાં શુદ્ધ તત્ત્વ આણવાનું છે.
ધર્મને વધારે બદનામ કરાવનાર, કે એના નામે ઝનૂન લોકોમાં ફેલાવનાર કહેવાતા ધર્મગુરુઓ, અને ધર્મજીવી પંડિત છે. તેઓ સાચા શબ્દોમાં કહેવાયેલાં સત્યને મારી મચડીને પોતાના મતલબમાં ફેરવે છે. જેમકે ગીતામાં કહ્યું છે –
श्रेयान स्वधर्मो विगुणः परधर्मातू स्वनुष्ठितान् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह ॥ સારી પેઠે આચરેલ પરધર્મ કરતાં ગુણરહિત પણ સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મૃત્યુ પામવું સારું છે, પણ પરધર્મમાં જીવવું ભયંકર છે.
આ આખા એકમાં “સ્વ” એટલે આત્મા અને “પર” એટલેજડ શરીર એ રીતને અર્થ ઘટાવવાનું છે. ત્યારે, સંપ્રદાયવાદી લોકો એનો અર્થ એમ ઘટાવે છે કે પિતાને સંપ્રદાય-સ્વધર્મ સારે. બાકીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com