________________
- જ્યારે સમન્વય કરવાની બુદ્ધિ જાગે છે ત્યારે એકાએક વર્ષો જેની શોધમાં હોઈએ તે તત્વ સામે પ્રગટ થાય છે. ભગવાન બુદ્ધ અનેક જાતનાં તપ કર્યા; પણ તેમને તવ ન મળ્યું. પકુદ્ધ કાત્યાયન, અજિતકેશ કંબલી, અલારકલામ વ. સુપ્રસિદ્ધ વિચારકો પાસે ગયા અને તેમના માર્ગે જઈને જ્ઞાન મેળવ્યું. ક્રિયાઓ સાધી પણ તેમને સાચું જ્ઞાન ન થયું. પણ એક પ્રસંગ એ બને કે તેમને એ તત્ત્વ મળી ગયું.
એકવાર ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાંથી એક વારાંગના પસાર થઈ રહી હતી. તેણે વાજિત્રે વગાડનારને કહ્યું : “તમારો વાજિંત્રોનાં તાર અત્યંત ખેંચશે પણ નહીં; તેમ જ ઢીલા પણ રાખશો નહીં, નહીંતર તે વાગશે નહીં.”
કહેવાય છે કે ભગવાન બુદ્ધને આ વચનથી પ્રેરણું મળી અને તેમણે મધ્યમ માર્ગનું તત્વ મેળવ્યું. વારાંગનાના જીવનમાંથી જગતના એક પરમપુરુષને શું મળવાનું હોય? પણ નિમિત્ત મળતાં ભગવાન બુદ્ધને જે તત્ત્વ વર્ષો સુધી નહેતું મળ્યું તે માન્યું. શિબિર અને સ્વધર્મ સમન્વય :
આ શિબિરમાં પણ માત્ર પુસ્તકની ચર્ચા કરવા સહુ ભેગા નથી થયા પણ માનવજીવનના વ્યકિતગત અને સમાજગત દરેક પાસાંઓ છણવાનાં છે–અનુભવની એરણ ઉપર ઠેકી ઠેકીને જીવનનાં બધાં અંગે અંગે મુક્ત સહચિંતન કરવાનું છે. જુદા જુદા દેખાતા ધર્મો પણ માનવજીવનને અગત્યને પ્રશ્ન છે. અહીં તેને સમન્વય કરવાને છે.
સામાન્ય માનવી બધા ધર્મોના જુદા જુદા ક્રિયાકાંડે, વિધિવિધાને જોઈને અકળાઈ જઈ, સમાધાન પામી શક્તો નથી. કયારેક અહંભાવ પણ તેને તેમ મેળવતા રોકે છે અને કયારેક “મારા જ ધર્મમાં બધું આવી ગયું ” એ માટે સંતોષ પણ અવરોધ રૂપ બને છે. તે બીજાના જ્ઞાનથી; ધર્મના તરવાથી અને મહાપુરુષોના અનુભવોથી વંચિત રહી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com