________________
એક પ્રયોગશાળામાં બધાં રસાયણ-કવ્યો છે. તેને જોઈને જે કોઈ વૈજ્ઞાનિક ગભરાઈ જાય તે તે જે નવા રસાયણની શોધ કરી રહ્યો છે તેને નહીં મેળવી શકે. એવી જ રીતે જુદા જુદા ક્રિયાકાંડે, દર્શનશાસ્ત્રો કે મતભેદે જોઈને સાચા વિચારકે કંટાળવું નહીં, પણ દેશ-કાળ અને પાત્રને વિચાર કરી તેને સમન્વય કરતાં તેને જીવનનું પરમ સત્ય સાંપડી શકશે. ખરા વિચારકે તે બધામાંથી તવ શોધવાનું છે અને સમન્વય કરવાને છે. અલગ અલગ ગાયોનું દૂધ જેમ એક છે–તે દૂધ ભેગું થતાં; દૂધ સિવાય બીજું તત્ત્વ રહેતું નથી, એવી જ રીતે સર્વ ધર્મોને સાર આત્મવિકાસ છે અને તે જ સત્ય છે એમ સમન્વયની દૃષ્ટિ આવતાં સ્પષ્ટ જણાશે. શ્રી વ્યાસજીએ કહ્યું છે –
श्रुतिविभिन्नाः स्मृतयश्व भिन्नाः नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्त्वं निहितं गुहायाम्
महाजनो येन गतः स पन्थाः॥ કૃતિઓમાં જુદી જુદી વાતો છે; સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાતે છે. કોઈ પણ મુનિના વચને અબાધિત-સત્ય (સર્વકાળ) રૂપે નથી. ધર્મનું તત્તવ બુદ્ધિની ગુફામાં નિહિત છે તે પણ કેવળ વાંચન ચિંતનથી મળતું નથી પણ; મહાપુરુષે ગયા છે તે ભાગે તત્વની શોધ કરવાથી મળે છે.
એને અર્થ એ થાય છે કે જે ઊંડી વિચારણું કે ચિંતનના કારણે પણ મળતું નથી તે મહાપુરુષોના સંસર્ગથી મળી જાય છે. કિરભાઈને કેદારનાથજીના નિમિત્તે તરવા મળ્યું હતું. એટલે તેઓ નાથજીને ગુરુ માનતા. પણ, નાથજી તે વિનમ્રભાવે એમ જ માને છે કે તેઓ ગુરુ થવાને લાયક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com