________________
એટલે વ્યાસજી કહે છે –
" श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् " – બધા ધર્મોની વાતો સાંભળે; તત્ત્વનું શ્રવણ કરે અને શ્રવણ કરી બુદ્ધિ વડે સત્યાસત્યને નિર્ણય કરે.
અંધવિશ્વાસ, ખોટી પકડ, ષવૃત્તિના કારણે ઘણી વાર માનવી ધર્મોમાં રહેલ સારાં તને-સત્યોને ઓળખી શકતો નથી. ત્યારે ધર્મ એક બાજુએ રહી જાય છે; ઊલટી નુકશાનની પરંપરા વધતી જાય છે. એટલે સમન્વય કરતી વખતે સાચું શું છે એ શોધવાની વૃત્તિ જાગશે અને ધર્મના નામે આંધળું અનુકરણ કરતાં માણસ બચશે. સમન્વયમાં બાધક ત
આજે સર્વ ધર્મોને સમન્વય કરવામાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ બાધક રૂપે લાગે છે -(૧) ધર્મસંપ્રદાય, (૨) શ્રદ્ધા અને (૩) સાધુ કે ગુરુ. ધર્મસંપ્રદાયની સાથે શ્રદ્ધા અને સાધુ બને સંકળાયેલા છે.
સર્વ પ્રથમ આપણે ધર્મને લઈએ. સામાન્ય માણસ તે ધાર્મિક સમસ્યાના સ્વરૂપને સમજી શકતા પણ નથી. જે લોકો કંઈક સમજે છે તે અલગ અલગ ધર્મોની વિવિધતા જોઈને નિરાશ થઈ જાય છે. ધર્મના અનેક રૂપને ધર્મસંસ્થાઓને સમન્વય તેમને અસંભવ જણાય છે. એમાંના ઘણુ લોકો ધાર્મિક વિરોધ પસંદ કરતા નથી જે ધર્મ સંસ્થાપકોના ભક્ત છે પણ તેમને ધર્મ સંશુદ્ધિના પ્રયત્નની નિષ્ફળતા એટલી હદે નિરાશ કરી મૂકે છે કે આ કોઈ સમન્વય કરવામાં પણ તેમને વખતની બરબાદી નજરે ચઢે છે જેમ અન્ય પ્રશ્નોને ઉકેલવા માટે ઉદારતા કે સહિષ્ણુતાથી વિચાર કરે છે તેમ તેઓ ધર્મ-સમસ્યા માટે દાખવે તો ઘણું કાર્ય થઈ શકે.
ઘણીવાર તેમની ઉપેક્ષાનું ઊંધું પરિણામ આવે છે. એ ઉપેક્ષાના કારણે ઘણા લોકો ધમને નાબૂદ કરવા સુધી પહોંચી જાય છે. ધર્મ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com