________________
શ્રમયા : - આ યજ્ઞની પરિપાટી આમ ભક્તિ યજ્ઞ સુધી આવી. પણ “ભૂખે ભજન ન હોઈ ગેપાલા!” તેમજ કબીરે કહ્યું તેમ “કર સાહેબ કી બંદગી ઓર એકે અન્ન દે!” એ પ્રમાણે માણસ ભૂખ્યો હોય તે તેનું મન ભજનમાં ન લાગે એટલે યજ્ઞની એ પરિપાટીમાં મહાત્મા ગાંધીજીએ આપણને શ્રમયજ્ઞ આપે. તેના પ્રતીક રૂપે રેંટિયો આવ્યો. રેટિયા દ્વારા મંજૂરી આપી. આમ ક્રમે ક્રમે યજ્ઞને વિકાસ થતો ગયે. યાની નવી સમજૂતી :
આ યજ્ઞોની એક નવી સમજૂતી એ આવી કે હિંસક ય ને અહિંસક યજ્ઞ તરીકે ઘણાવવાનો પ્રયાસ થશે. હિંસક યજ્ઞોમાં નરમેવ, ગોમેધ, અશ્વમેધઅજમેઘ, મહિષમેળવીને વિકાસ જોયો. નરમેઘને નવી રીતે ઘટાવતાં આ શરીર ને શ્રમયજ્ઞ દ્વારા સિદ્ધિ લાયક બનાવવાનું કહેવામાં આવ્યું. આત્માને બ્રહ્મ માનવામાં આવ્યો અને બધા દેવોનો વાસ આ શરીરમાં છે એમ માનવામાં આવ્યું. જેમકે ગે એટલે ગાય ખરી, અને ગે એટલે ઇદ્રિ પણ ખરી. અગ્નિ એટલે પાચક રસ, સૂર્ય એટલે વીર્ય, મન એટલે ઇંદ્ર આમ બધા દેવોને ઘટાડવામાં આવ્યા. આ બધે જ્ઞાનને પ્રતાપ હતો એટલે જ્ઞાનયજ્ઞ, વાદયજ્ઞ, જપયજ્ઞ, શ્રમયજ્ઞ સુધી પહેંચ્યું. પણ શ્રમયજ્ઞની સફળતા માટે તેમણે સત્યને આગ્રહ રાખવા બતાવ્યું અને સત્યાગ્રહ દ્વારા તપયજ્ઞ પણ શરૂ કર્યો..
ગાંધીજીએ સત્યનાં ત્રણ નામે આપ્યાં. સતનામ સાહેબકા સત્ય એજ ઈશ્વર અને સત્ય પ્રાપ્તિનું સાધન-સત્યાગ્રહ. ચિત્તની વૃત્તિને સંપૂર્ણ વિલય કરે છે તો તે તપ દ્વારાજ થઈ શકે.
યજ્ઞના વિકાસમાં આપણે આમ તપયજ્ઞ સુધી પહોંચ્યા. શ્રમયજ્ઞ વખતે એમ વાત રજૂ થઈ કે જનતા એજ જનાર્દન છે. શરીરની અંદર બધા દેવ સમાયેલા છે. તેને જ બ્રહ્મ માની શકાય છે. આમ તપયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com