________________
[૧] સર્વધર્મ સમન્વય એટલે?
આ જગતની વ્યવસ્થા જેના ઉપર ટકી છે – સૃષ્ટિની રચના જેનાથી અબાધિત ચાલી રહી છે તે ભાવનાને મુખ્ય આધાર ધર્મ છે. આ ધર્મનો મૂળભૂત આધાર વાત્સલ્ય, અહિંસા, સત્ય વગેરે છે. એ મૂળભૂત તત્વોના આધારે જગતમાં પેસેલાં અનિષ્ટોને દૂર કરવા માટે, પિતપોતાનાં દેશ-કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અનેક પ્રભાવશાળી
વ્યક્તિઓએ નિશ્ચિત છેજના આગળ ધરી. આ યોજનાઓ સત્ય, અહિંસા, ન્યાય વગેરે શુદ્ધ ધર્મત ને લક્ષ્યમાં રાખીને બનાવી હતીઅને આ યોજના પ્રમાણે સામુદાયિક રીતે આચાર-વિચાર ઘડાયા અને સંગઠન રચવામાં આવ્યું. તે ધર્મ દૃષ્ટિએ રચાયું હોઈ લોકો એને ધર્મ કહેવા લાગ્યા. અને પેલી વ્યક્તિઓ તીર્થકર, પગબર. દીપકર, અવતાર વગેરે કહેવાઈ. ખરી રીતે તો ધન નામનું તત્વ તે અનાદિ કાળથી ચાલ્યું આવે છે. આ ધર્મ સસ્થા પકાએ જે કઈ સંગઠિત કર્યું તે એક જાતના સમાજ સંધ કે તીર્થ જ છે, એટલા માટે જ તીર્થકરે માટે કહેવામાં આવ્યું છે –
धम्म तिथपरे जिणे –એટલે કે ધર્મમય તીર્થની સ્થાપના કરનાર. અવતારો, મસીહા કે પૈગંબરે અંગે પણ તેમને કાં તો પ્રભુના અવતારો ગણવામાં આવ્યા છે અથવા પ્રભુના પુત્ર કે દૂત વર્ણવવામાં આવ્યા છે અને તેમણે જે કઈ આપ્યું છે તે નવું નહીં પણ, પ્રભુના ફરમાનોને પાછા વ્યવસ્થિત કર્યા છે એવું જાહેર કરવામાં આવ્યું છે. અહિંસા, સત્ય વગેરે ધર્મો વહેતાં પાણીની પેઠે છે. ખુલ્લાં વહેતાં પાણીથી લોકોને ફાયદો મળતા નથી. પણ જ્યારે એ જ પાણીને તળાવ, સરોવર કે જળાશય રૂપે બાંધીને એમાં ઘાટ બાંધી દેવામાં આવે છે ત્યારે એનો લાભ સામાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com