________________
સર્વધર્મ પ્રાર્થના
(રાગ : સવૈયા એકત્રીસા) પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યાં પિતા સમ સહુને; પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને... ૧. જન સેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને; સંન્યાસીને ધર્મ. ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને... ૨. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં; ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં ૩. સઘળાં કામ કર્યા છતાં જે રહ્યા હંમેશાં નિલે પી: એવા ગી કણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખુંપી... ૪. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઇશું છે, ક્ષમાસિંધુને વંદન હે; રહમ નેકીના પરમ પ્રચારક, હજરત મહમ્મદ દિલે રહો... ૫. જરથોસ્તીના ધર્મ ગુરુની, પવિત્રતા ઘટમાં જાગે; સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણ, વિશ્વશાંતિમાં ખપ લાગે..... ૬.
અહિંસાની મૂર્તિ, પશમરસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગ રગ ઝમે પ્રેમ ઝરણું; તપસ્વી તેજસ્વી, પરમ પદ પામી જગતને, તમે પ્રેર્યું વંદુ પર પ્રભુ મહાવીર તમને..૧. ચતુર્યામી ભાગે, પ્રગતિ કરી નિર્વાણ પથને, બતાવ્ય વંદું છું, જગપ્રિય સ્વયંબુદ્ધ તમને; કરી ધમંક્રાંતિ, સભર જગને જાગૃત કરે, બની વિશ્વ પ્રેમી, નમન કરું એવા પુરુષને.... સુસત્યો વિદેના, શ્રુતિ સ્મૃતિ, પુરાણપનિષદે, રહેલાં સન્માનું, હૃદયથી વળી દર્શન છએ; ગીતા માતા ગોદે, સૂઈ જઈ પીઉં તત્ત્વ દૂધને, પચાવીને રાષ્ટ્ર, કરુણ રસ રામાયણ તુંને..૩. ક્ષમાસિંધુ પ્યારા, ઈશુ ઉર તને વંદન કરું, દુલારા નેકીના, રહમ દિલ મોહમ્મદ સ્મરું; અશે દેવી તારી, પુનિત જરથુસ્ત પ્રતિકૃતિ, નિહાળી હૈયામાં, વિમલ રસ ઊમે રમી જતી...૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com