________________
૧૩૫
રળિયામણે સમૃદ્ધ અને હરિયાળો પ્રદેશ તેમને ગમે. ધનધાન્યથી ભરપુર, કુદરતી રીતે સમૃદ્ધ આ પ્રદેશ જઈને તેમનું મન લલચાયું. એમણે વિચાર્યું કે આ ભૂખની વેઠ ક્યાં સુધી કરવી ? પિતાના પ્રદેશમાં તો પાંચ માઈલ ચાલીએ તો માંડ શિકાર મળે પણ અહીં તે કુદરતે પહેળા હાથે આપ્યું છે. શિકાર કરવા માટે લાંબું રખડીને તેમનાં શરીર તો ખડતલ અને કસાયેલાં થઈ ગયાં હતાં. તેમાં પણ સહેજ ચપળતા શિકાર કરવાના કારણે આવી ગઈ હતી. તેથી “બળિયાના બે ભાગના ન્યાયે ૫-૧૫નું ટોળું લઈને તેમને કાં તે ઈરાન ઉપર કાં હિન્દુસ્તાન ઉપર આવવું પડયું. તે વખતની આ લોકની પરિસ્થિતિ વશ એવી જ સંસ્કૃતિ બની ગઈ : “મારે, લૂટે, કબજે કરો !” આમ લૂટફાટ દ્વારા જે કંઈ સાધન સામગ્રી મળે તેને પિતાના પ્રદેશમાં લઈ જઈ અમને–ચમન કરવાની તેમની વૃત્તિ પડી હતી. આ લોકો આક્રમણ ન કરે તો તેમને કોણ ઘરમાં પેસવા દે? લૂંટફાટમાં લાભ દેખાતો ગયો તેમ તેમ આ ટોળાંઓ વધારે ને વધારે વ્યવસ્થિત : થતાં ગયાં.
તે વખતના હિંદુ લોકોમાં પણ આજના જેવી નબળાઈ ન હતી. આજે ટ્રેનમાં એક ગૂડે ચઢી આવીને ચપુની ધારે કોઈને લૂંટતે હેય તે બીજા યાત્રાળુઓ જોતા રહે છે. તે વખતે તો એકની આફત એટલે સહુની આફત, એમ માની બધા દેડી આવતા. નમાલા ન રહેવું એ તેમને સિદ્ધાંત હતો. એટલે આ આક્રમણકારી ટેળાએ મોટાં થવાં લાગ્યાં. તેમનો એક જ સિદ્ધાંત હતો નીચેના પ્રદેશમાં જઈને લૂંટી આવી. જે કંઈ ધન, ઢેર કે માણસે મળે તેને પણ ઉપાડી લાવે ! આવી સંસ્કૃતિ કે જીવનની નીતિવાળા પાસે ભારત તે વખતે શી અપેક્ષા રાખી શકત ?
આ લોકો કેવળ લૂંટારા હતા-જીવનની જરૂરતોના અભાવે તેમણે આવાં આક્રમણ કર્યા હતાં. આ વાતનો ઈતિહાસ સાક્ષી છે. એક દાખલે લઈએ નાદિરશાહને. તે ભારત ઉપર ચઢી આવે છે અને દિલ્હીમાં કલેઆમ ચલાવે છે. લૂંટફાટને હુકમ આપે છે. તે વખતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com