________________
૧૩૪
ઇસ્લામ અંગે બેટી છાપ
આપણા દેશમાં ઇસ્લામ ધર્મ વિષે બે ભાસ થયો હોય એવું લાગે છે. એની પાછળ કારણ એ બન્યું છે કે હિંદને ઈસ્લામ સાથે સંપર્ક લૂંટ, રંજાડ અને મારધાડની રીતે જ થયો. મુસલમાનમાં સર્વ પ્રથમ અહીં આવનાર આક્રમણકાર હતા. તેમણે આંતક ફેલાવીને ઇસ્લામને ફેલાવ્યો એટલે એવી છાપ પડી કે ઇસ્લામ ધર્મ હિંસકોનો ધર્મ છે. આવી માન્યતા બંધાવાને પણ વજુદ છે, કારણકે હિંદુસ્તાનમાં મુહંમદગારી, શાહબુદ્દીન, બાબર, તૈમુર, નાદિરશાહ વગેરે આવ્યા ત્યારે બધા મારધાડ, રંજાડ, લૂંટફાટ અને અત્યાચાર કરતા જ આવ્યા. એથી હિંદની રંજાડ થઈ અને પરિણામે હિંદના લોકો માનવા લાગ્યા કે એ રાજાએ મુસ્લિમે છે, એટલે ઈસ્લામ ધર્મ પણ રંજાડનાર ધર્મ છે.
આમાં સમજવાની વાત એ છે કે આ રાજાઓ જ્યાંથી હિંદુસ્તાન ઉપર હમલો લઈને આવ્યા હતા તે મધ્ય એશિયા અને જયાં ઇસ્લામને ઉદય થયે તે અરબસ્તાન; બન્નેની સંસ્કૃતિ, રહેણુકરણું; સમાજવ્યવસ્થા અને જીવનનીતિમાં ઘણે ફેર છે. આક્રમણકારની પ્રાદેશિક સ્થિતિ:
આ આક્રમણકાર રાજાઓનો પ્રદેશ મુખ્યત્વે મધ્ય-એશિયાજ હતું. ત્યાંની પરિસ્થિતિને વિચાર કરશું તે જણાશે કે તેઓ જીવવા માટે આક્રમણ સિવાય બીજું શું કરી શકે? વર્ષને મોટેભાગ બરફ અને શરદીમાં જ્યાં ગાળવો પડે ત્યાં જીવવા માટે શો પુરૂષાર્થ કરે ?
આજથી ૮૦૦ થી ૧૨૦૦ વર્ષ પહેલાંના મધ્ય એશિયાની આ વાત છે. તે વખતે ત્યાં જીવવા માટે સાધનસામગ્રી પૂરતી નહતી. ઋતુમાનની અસરે વ્યાપક રીતે થતી હતી. શિયાળો વી કે ઘડા ઉપર પલાણ માંડીને નીકળતા. ખેતરોમાં કોઈ અનાજ થતું ન હતું. જ્યાં જાય ? જમણા હાથે ઈરાન અને ડાબા હાથે હિંદુસ્તાન હતું. ચંગેઝખાનથી લઈને તૈમુર અને નાદિરશાહ સુધીના સબળ લોકો ઉપર મધ્ય એશિયાની આ સંસ્કૃતિની અસર હતી.
એટલે તેમણે પોતાના ઘડા નીચે ડાબી તરફ દોડાવ્યા. હિંદુસ્તાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com