________________
[૧૦] ઇસ્લામ ધર્મ અને અહિંસા [ આ પ્રવચન સર્વધર્મ ઉપાસનાના પ્રવચનની હારમાળામાં નથી પણ અન્ય દિવસે અપાયેલ છે. ઇસ્લામ અંગેનાં પ્રવચને એક સાથે રજુ થાય તે નિમિત્તે એને અહીં આપવામાં આવેલ છે. ખાસ કરીને ગાંધીવાદની વિચારસરણ તરફ ઢળેલ પીઢ અને પ્રખર કાર્યકર્તા તરફથી રજૂ થયેલ હોઈને તેનું આગવું મહત્વ છે. ઈસ્લામ એટલે શું? તેના અગે બેટી છાપ કેવી રીતે પડી છે ત્યાંથી તેણે જગતની અહિંસામાં શું ફાળો આપે છે તેની સંપૂર્ણ પણ મુદ્દાસરની છણાવટ ઘણાને ઈસ્લામ અંગેની ગેરસમજૂતી દૂર કરશે. સં.]
આજને પ્રસંગ મારા માટે અને અને મુઝવણભર્યો છે. અને એટલા માટે કે આવા પ્રસંગે હેય ત્યારે ધર્મના નામે જીવ ખોલવાના બહુ જ ઓછા અવસરો આવે છે અને મુંઝવણભર્યો એટલા માટે કે આવા પ્રકારના શિબિરમાં, આવા મહાનુભવો વચ્ચે મારે કંઈક કહેવું એ મને સંકોચ અનુભવાવે છે છતાં હું ઇસ્લામ ધર્મમાંથી જે કંઈ શીખ્યો છું તે વિષે થોડું કહીશ ! નજી પરિચય:
લગભગ એક હજાર વર્ષથી હિંદુ અને ઇસ્લામી ભાઈઓ સાથે રહેવા છતાં ધર્મ અને જાણકારીમાં આપણે ખૂબ પાછળ છીએ; એ આપણી કમનશીબી છે. એક બીજાના મળવાના પ્રસંગે ખરેખર ખૂબ જ ઓછા બને છે. એટલું જ નહીં એક બીજાના ધર્મની વાસ્તવિક જાણકારી અને આપણને બહુ જ ઓછો રસ રહ્યો છે. કમનશીબે એક બીજા અને ઉશ્કેરાટના પ્રસંગો જ વધારે પેદા થાય છે–કરવામાં આવ્યા છે. આવા ખરાબ પ્રસંગમાં માનવતાને નામે પણ એટલું તો થવું જોઈએ કે એવું ફરી ન બને તેની જવાબદારી મહાન પુરૂષો ઉપર આવે છે. આ માટે ઈસ્લામ અને હિંદુ ધર્મને ઉંડાણથી પરિચય થવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com